Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

સરદાર વલ્લભભાઇ પટેલ વિરૂધ્ધ ઉચ્ચારણ કરનાર કલાકારને સજા કરવા જેતપુર પાટીદાર સમાજ દ્વારા આવેદનઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

સરદાર વલ્લભભાઇ પટેલ વિરૂધ્ધ ઉચ્ચારણ કરનાર કલાકારને સજા કરવા જેતપુર પાટીદાર સમાજ દ્વારા આવેદનઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

   જેતપુર તા.૧૭: થોડા દિવસો પહેલા લોક ડાયરાના કલાકારે     સરદાર વલ્લભભાઇ પટેલ વિશે નિવેદન આપેલ કે રજવાડીઓનું વર્ગી કરણ કરેલ હકીકતો તેમણે રજવાડાઓનું એકત્રીકરણ કરેલ હોય તેમની ભારત સંઘમા જોડાવાની અપીલ કરતાની સાથે જ ભાવનગર સ્ટેટના શ્રી કૃષ્ણકુમારસિંહજીએ પ્રથમ પોતાનું સ્ટેટ વિલીનીકરણ કરેલ.

   સરદાર પટેલ વિરૂધ્ધ આવુ નિવેદન કરતા પટેલ સમાજની લાગણીને ઠેસ પહોચેલ હોય જેતપુરમાંથી સોશ્યલ મીડીયામાં મેસેજ ફરતો કરવામા આવેલ કે સોમવારે સરદાર ચોકમાં એકત્રીત થઇ મામલતદારને આવેદન પત્ર પાઠવવા જવાનું છે જેથી આજરોજ સવારે ૧૦:૩૦ કલાકે સરદાર ચોક ખાતે પાટીદાર યુવાનો અને જ્ઞાતીના આગેવાનો પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટ, રાજુભાઇ પટેલ, જેન્તીભાઇ રામોલીયા, કલ્પેશભાઇ રાંક, ઉમેશભાઇ પાદરીયા, પ્રશાંતભાઇ કોરાટ સહિત બહોળી સંખ્યામાં પાટીદાર યુવાનો એકત્રીત થયેલ ત્યાં સરદારની પ્રતિમાને ફુલહાર પહેરાવી રેલી સ્વરૂપે સરદાર ચોકથી મામલતદાર ઓફીસે આવેદનપત્ર પાઠવેલ જેમાં સરદાર પટેલ વિરૂધ્ધ ખોટુ નિવેદન કરનાર કલાકાર  ધરપકડ કરી અને તે દેશના ઘડવૈયાઓની તેમજ કિશાનોની માફી માંગી પોતાનું નિવેદન પાછુ ખેંચે અને જો તેમ કરાવવામાં નહિ આવે તો દિલ્હી સુધી આંદોલન કરવા તેમજ જીવતા આહુતી આપતા ખચકાશે નહિ તેવી માંગણી કરેલ.

   કોઇ અનીચ્છીનીય બનાવ ન બને તે માટે એસ.પી.  અંતરીપ સુદના માર્ગદર્શન હેઠળ. ડીવાયએસપી એસ.જી.પાટીલે,શહેરમાં પુરતો બંદોબસ્ત ગોઠવી દીધેલ શહેરના જુદા-જુદા વિસ્તારો સ્કુલો,કોલેજ, માર્કેટીંગ યાર્ડ જેવી જગ્યાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

 (04:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS