Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

અમરેલી, ભાવનગર જિલ્લામાં મેઘરાજાનું આગમનઃ અડધાથી ૨ ઈંચઃ ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૨ થી ૪ ઈંચ

   રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ મેઘરાજાનો મુકામ યથાવત છે અને હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે મેઘરાજાનું લાંબા સમય બાદ અમરેલી અને ભાવનગર જિલ્લામાં આગમન થયુ છે.

   આજે અમરેલી જિલ્લાના લાઠીમાં ૨ ઈંચ, લીલીયા અને બગસરામો દોઢ ઈંચ, અમરેલી-સાવરકુંડલા અને ધારીમાં ૧ ઈંચ જ્યારે વડીયામાં વરસાદી ઝાપટા વરસ્યા છે. જ્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં દોઢ ઈંચ, ભાવનગરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને અત્યાર સુધીમાં અડધો ઈંચ જેવો વરસાદ પડયો છે. જ્યારે ઉમરાળામાં અડધો ઈંચ અને ઘોઘા, પાલીતાણા અને વલ્લભીપુરમાં વરસાદી ઝાપટા પડયા છે.

   જામનગર જિલ્લાના કાલાવડમાં ૧ ઈંચ, જોડીયામાં અડધો ઈંચ, લાલપુર, જામનગર, જામજોધપુર અને ધ્રોલમાં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડામાં પણ હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે.

   ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાનું આગમન થયુ છે. ગોંડલના દેરડી કુંભાજી, રાણસીકી, મહેતા ખંભાળીયા, વિંઝીવડ, મોટી ખીલોરી, વાંસાવડ, કુકાવાવ સહિતના અનેક ગામોમાં અડધાથી ૪ ઈંચ જેટલો વરસાદ પડયો છે.

   જેતપુર તાલુકાના વીરપુર જલારામમાં ૧ ઈંચ વરસાદ ખાબકયો છે.

 (04:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS