Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

ચોટીલા તાલુકામાં ભારે વરસાદના પગલે ઔદ્યોગિક એકમોમાં નુકશાન

પ્લાસ્ટીકની ટાંકી બનાવતા યુનિટના કમ્પાઉન્ડમાંથી માલ, ગેસના બાટલા તણાયા : પશુઓના મોત

   રાજકોટ, તા. ૧૭ : ચોટીલા તાલુકામાં જળબંબાકાર તેમજ આભ ફાટતા આજુબાજુના વિસ્તારમાં પણ ઘણી તારાજી થયેલ અને માલ મિલ્કત તેમજ પશુધનને નુકશાન થયેલ. બામણબોર ગામથી પણ સતત વરસાદ પડેલ તેમજ ચોટીલાના બામણબોર તરફ આપણી નદીના ચેક ડેમો તથા તળાવો તૂટતા અને ભયંકર વરસાદને લીધે બામણબોર ગામમાં નીચાણવાળા વિસ્તારના મકાનોમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયેલા તેમજ ઔદ્યોગિક એકમોમાં પણ નુકશાન થયેલ.

   જાણવા મળ્યા મુજબ ગામ નજીક નદી કાઠાની ઔદ્યોગિક એકમોની દિવાલો તૂટતા નદી તેમજ ગામના પાણી ફેકટરીઓમાં ઘુસી જતા એક પ્લાસ્ટીકની ટાંકી બનાવતા યુનિટમાં કમ્પાઉન્ડ પડેલ તૈયાર માલ તથા ગેસના બાટલા તણાઈ ગયા હતા અને ભારે નુકશાન થયેલ છે. ચારથી પાંચ પશુઓના મૃત્યુ થયાનું જાણવા મળે છે.

 (04:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS