Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

ધ્રાંગધ્રાની ઘટનાને વખોડતો સુરત માલધારી સમાજ :ગૃહમંત્રી પ્રદીપસિંહનું રાજીનામુ અને મોરબી SPને સસ્પેન્ડ કરવાની માંગ

રેલી સ્વરૂપે સેંકડો માલધારી સમાજના લોકોએ કલેકટરને આવેદન પાઠવ્યું : CBIની તપાસ કરાવો

   રાજકોટ, તા. ૧૭ : ધ્રાંગધ્રામાં માલધારી સમાજના લોકો ઉપર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.આજે સુરતમાં દક્ષિણ ગુજરાતના માલધારી સમાજના હજારો લોકોએ કાપોદ્રાથી રેલી કાઢી સુરત કલેકટરને આવેદનપત્ર પાઠવી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું રાજીનામુ અને મોરબી એસ.પી.ને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગણી કરી હતી. સુરત શહેર તથા દક્ષિણ ગુજરાતના માલધારી સમાજના આગેવાનોએ ઉગ્ર રોષ ઠાલવ્યો  હતો અને સીબીઆઇની સ્પેશ્યલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે. માલધારી સમાજના આગેવાનોએ મોરબી એસ.પી.ને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

 (04:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS