Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

ખંભાળીયામાં મોસમનો ૧૬ ઇંચ વરસાદ પડતા ધી ડેમ અડધો ભરાયો

    ખંભાળીયા, તા. ૧૭ : સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારે તથા આઠ વાગ્યે વરસાદના જોરદાર ઝાપટા સાથે વરસાદ એક ઇ઼ચ પડતા મોસમનો કુલ વરસાદ ૧૬ ઇંચ થયો છે.

   ભારે વરસાદને કારણે ધી ડેમની ઉપરવાસના માંઝા, કોલયા, ભરગામ, સુતારીયા, ભંડાલયા, શકિતનગર વિસ્તારમાં ભારે પૂર આવતા ડેડવોટરની સપાટીએ રહેલો ધી ડેમ એકજ ઝાટકે બે દિવસમાં ૮ ફૂટ જીવંત જથ્થો પહોંચ્યો છે તથા આવક ચાલુ છે.

   સિંહણ ડેમમાં ૮ ફૂટ જેટલું પાણી આવ્યું છે. જયારે કલ્યાણપુર તાલુકાનો તથા દેવભૂમિ જિલ્લાનો સૌથી મોટો સાની ડેમ અડધો ભરાઇ ગયો છે.

   પાણી પુરૂ પાડતા ઘી ડેમમાં અડધો ડેમ ભરાઇ જતાં એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી આવતા ગઇકાલે વરસાદ રહેતા લોકોનો મેળાવાડો જામ્યો હતો કુટુંબ સાથે લોકો ઘી ડેમ પહોંચ્યા હતાં.

   લાલપટડાના હિરજન યુવાન તણાયોઃ કંચનપુરમાં મકાન પડયું

   ખંભાળીયા તાલુકાના લાલપટડા ગામનો યુવાન લખુ કમા જોડ (ઉ. ૩૭)  વાળો ગામથી બહારગામ ગયેલો જે પરત આવતા ગામના બેઠા પુલ પરથી નીકળવા જતાં ભારે પુરમાં તણાઇ ગયો હતો.

   બનાવની જાણ થતાં ખંભાળીયા તા. પં. પ્રમુખ મશરીભાઇ નંદાણીયા, તા. વિ. અ. શ્રી બ્લોચ તથા મામલતદારશ્રી એમ. સી. રાઠોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. તથા મોડી રાત્રે ૩ાા વાગ્યે પાણીમાંથી લખુ કમાનો મૃતદેહ મળી આવ્યો હતો. તો કંચનપુર ગામે એક જુનું મકાન પડી ગયું હતું.

   તાલુકાના માંઝા વિસ્તારમાં ભારે વરસાદ ચાર કલાક સાત ઇંચ જેટલો પડતા આ વિસ્તારના તમામ ચેક ડેમો છલકાયા હતા તથા ભારે વરસાદના કારણે અનેક ખેતરોના પાળા તુટીને પાણી નીકળતા ખુબ નુકશાન થયાનું માંઝાના અગ્રણી લખુભાઇ ગઢવીએ જણાવ્યું હતું.

 (03:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS