Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

ચોટીલા પંથકમાં રોડ રસ્તા અને મકાનોને નુકશાન, તંત્ર દ્વારા પ્રાથમિક સર્વે

ચોટીલા પંથકમાં રોડ રસ્તા અને મકાનોને નુકશાન, તંત્ર દ્વારા પ્રાથમિક  સર્વે

   ચોટીલા, તા. ૧૭ : સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર  અને દરિયાઇ સપાટીથી ઉંચાઇ પર રહેલ ચોટીલા રાજયમાં ગઇકાલના વરસાદમાં સૌથી ટોચ ઉપર રહેલ છે. ચોટીલા  પંથકમાં ર૪ ઇંચ વરસાદ અનરાધાર વરસતા ચોટીલા પંથકમાં લોકોમાં ફફડાટ વ્યાપેલ હતો.

   ગઇકાલે બપોર પછી મેઘરાજાએ વિરામ લેતા તંત્ર અને સ્થાનિકોએ રાહત અનુભવેલ હતી આટલા મોટા પ્રમાણમાં વરસેલ વરસાદ પછી તંત્રએ પ્રથમ પ્રાથમિક સર્વેની કામગીરી તુરત જ હાથ ધરેલ છે. જેમાં પ્રાંત અધિકારી વિ. ઝેડ, ચૌહાણ, મામલતદાર ધાડવી, તાલુકા વિકાસ અધિકારી ચકલાસીયા સહિતના અધિકારીઓએ સંકલન કરીને ગ્રામ્ય કક્ષાની છેલ્લી સ્થિતિ જાણવા માટે તલાટીઓને સર્વે માટે દોડાવેલ છે.

   ગામોના પ્રાથમિક સર્વેના એહવાલ પ્રમાણે તાલુકા વિકાસ અધિકારી ચકલાસીયાએ વિગત આપતા જણાવેલ છે કે પ્રથમ દિવસે ૧૮ ગામોના પ્રાથમિક સર્વેનુસાર નાના મોટા મળીને કુલ ૪૮ પુશુઓના પુરમાં તણાતા મૃત્યુ નિપજયા છે. તેમજ પ૩ કાચા મકાનોને અશંત : નુકશાન થયેલ છે. મકાનોની કંમ્પાઉન્ડ વોલ અને કાચા મકાનો વરસાદને  કારણે પડી ગયાના આકડાઓ પ્રાપ્ત થયેલ છે. જયારે શહેરમાં ચામુંડા ચાર રસ્તેથી મધ્યમાં પસાર થતી હોકળી વાળા રસ્તનું સંપૂર્ણ ધોવાણ સાથે જાણે પાણીના પ્રવાહે ખેદા મેદાન કરેલ હોય તેવી સ્થિતિ ઉદ્ભવેલ છે તેમજ શરમાળીયાની દેરીથી આણંદપુર રોડના પેવર રોડ સુધીના રસ્તાનું પણ ધોવાણ થયેલ છે. હાઇવે ઉપર અનેક સ્થળે ડામર ઉખડી જતા ખાડાઓ પડેલ છે. શહેરમાં પણ કેટલાક મકાનોની દિવાલો તૂટી પડેલ છે તો ઇસ્માઇલી ખોજા સમાજના કબ્રસ્તાનની દિવાલને પણ નુકશાન થયેલ છે.  સૌથી વધુ અસર ગ્રામ્ય વિસ્તારની થયેલ છે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે અનેક કોઝવે-અને રસ્તાઓનું ધોવાણ થયેલ છે તો અનેક ખેતોર જે ઢાળાવા વાળા હતા તેનું ધોવાણ થયેલ છે. ગામડાઓમાં સૌથી વધુ કાચા મકાનોને અસર થયેલ છે અને તંત્રએ તુરત સર્વેની કામગીરી હાથ ધરેલ છે.

   આટલા પ્રમાણમૉ વરસાદ પછી શહેરમાં  કેટલાક નિચાણવાળા વિસ્તારમાં ભરાયેલ પાણીને કારણે કીચડ થવાની સાથે મચ્છરોનો ઉપદ્રવ વધવાની શકયતા છે તેમજ ગામડાઓમાં આજ ઉપદ્રવ દેખાય છે તેથી આગામી દિવસોમાં પાણીને કારણે રોગચાળો ના ફેલાય તેના માટે અત્યારથી જ જીલ્લા તંત્રએ સાવધાની સાથે આગમ ચેતી દાખવવાની જરૂરીયાત છે.

 (03:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS