Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

જામનગરના અલીયાબાડા પાસે શિક્ષણાધિકારી એન.ડી. જાડેજા સહિતની હજુય શોધખોળ

    ખંભાળીયા, તા. ૧૭ : અલિયાબાડા પાસે કોઝવેમાં કાર લઇને નીકળેલા લાલપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.ડી. જાડેજા તથા અલીયાબાડા પ્રા. શા.ના આચાર્ય મણીબેન ઓડેદરા પાણીમાં તણાયા પછી બન્નેનો હજુ પત્તો ના મળતા શોધખોળ હાથ ધરાઇ છે. એન.ડી. જાડેજાએ અગાઉ વર્ષો સુધી ખંભાળીયા કેળવણી નિરીક્ષક તરીકે ઇન્ચાર્જ ટી.ડી.ઓ. તરીકે તથા ખંભાળીયા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે પણ ફરજ બજાવી હતી તથા શિક્ષણમાં ઘણા કૌભાંડો પકડીને સખત કાર્યવાહી માટે જાણીતા હતાં.  પાણીમાં તણાઇ જનાર મણીબેન ઓડેદરા અગાઉ ખંભાળીયા તાલુકાના કજુરડા પાસેના વિજયનગરમાં ટીચર હતાં તે સમયના એન.ડી. જાડેજા એ તેમને ધર્મની બહેન માનેલા અને વરસાદમાં સ્કૂટી મૂકી ગાડીમાં તેમને ઘેર પહોંચાડવા લઇ જતાં હતાં ત્યારે આ ગમખ્વાર બનાવ બન્યો હતો.

 (03:51 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS