Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

ટંકારાના નેકનામ - હમીરપરમાં ભારે વરસાદથી ખેતરોનું ધોવાણ

હમીરપર ગામમાં તળાવ ભરાયું : ખેડૂતોને મોટી નુકશાનીઃ ટંકારાના ગૌરવપથમાં ગાબડા

ટંકારાના નેકનામ - હમીરપરમાં ભારે વરસાદથી ખેતરોનું ધોવાણ

   ટંકારા, તા. ૧૭ :  ટંકારામાં હવામાન ખાતાની આગાહીના પગલે મામલતદાર બી.એસ. પટેલે તાકીદ મીટીંગ બોલાવેલ સાવચેતીના પગલાંઓ લેવાનું શરૂ કરાવેલ.

   નાયબ મામલતદાર પી.આર. ગંભીર વાય.જે. ગોસ્વામી, નિશાંત  કુશસીયા, વિક્રમભાઇ મુંગલા, તાલુકા વિકાસ અધિકારી પલ્લવીબેન બારૈયા વિગેરે દ્વારા અલગ અલગ ટીમો દ્વારા ટંકારા તાલુકાના નિચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડેલ. જમવાની વ્યવસ્થા પણ કરાયેલ ટંકારામાંથી જ ર૦ જેટલા લોકોને પ્રભુચરણ આશ્રમ શ્રી એમ. પી. દોશી વિદ્યાલય ખાતે ખસેડાયેલ છે. પરીણામે નુકશાની / જાનહાની અટકેલ.

   લાયઝન રેખાવા સરવૈયા તથા કલેકટર પટેલ દ્વારા સતા માર્ગદર્શન તથા સુચનાઓ અપાઇ હતી.

   પી.જી.વી.સી.એલ. દ્વારા તા. ૧ જુલાઇ તથા ૧૪ જુલાઇમાં આતી ભારે વરસાદ ૧૪ થી ૧૭ ઇંચ વસાદ પડેલ. તેમાં ટંકારા તથા ગામડાઓમાં સતત વીજ પુરવઠો પુરો પાડી સરાહનીય કામગીરી કરેલ.

   તા. ૧૪ ના રોજ કાર્યપાલક ઇજનેર મનસુરી અને તેમની ટીમ કંટ્રોલ રૂમમાં સાંજના આખા રાત હાજર રહેલ. સાવચેતીના પગલા રૂપે બંધ કરાયેલ વીજ પુરવઠો રાત્રે ૯II વાગ્યે શરૂ કરાયેલ. અમરાપર સિવાય ૩૬ ગામડઓ તથા ટંકારામાં લાઇટો ચાલુ કરી હતી.

   ટંકારા તાલુકામાં તા. ૧૪ ના રોજ ટંકારાની સાથે નેકનામ હમીરપર રોહીશાળા વિસ્તારમાં ભારે વરસાદ પડેલ છે. ૧ર થી ૧૪ ઇંચ વરસાદ પડેલ. નેનામના કનકસિંહ ઝાલાએ જણાવેલ કે નેકનામના પાદર જતાં આવેલ વોંકળામાં છેલ્લા દસ વર્ષમાં બે કાંઠે પાણી વહેલ ન હતું. આ ભારે વરસાદમાં વોંકળામાં બે કાંઠે પાણી વહેલ.

   નેકનામના પાદરમાં આવેલ પુલ ઉપર ચાર ચાર ફૂટ પાણી વહેલ કલાકો સુધી વાહન વ્યવહાર અટકી ગયેલ.

   ભારે વરસાદના કારણો તળવો-ચેક ડેમો તૂટી ગયેલ છે. ખેતરોમાં ભારે ધોવાણ થયેલ છે. ખેડૂતોને મોટી નુકશાન થયેલ છે.

   હમીરપરમાં ગામના પાદર નજીક જ વિશાળ તળાવ બનાવેલ છે. આ વર્ષે તળાવમાં ભારે વરસાદના કારણે પાણીની પુષ્કળ આવક થતા પાણીના નિકાલ માટે ચાલુ વરસાદે જેસીબી મશીનથી ખોદકામ કરાવી પાણીનો નિકાલ કરાયેલ.

   હમીરપરમાં પણ ખેતરોમાં ભારે ધોવાણ થયેલ છે અને ખેડૂતોને મોટી નુકશાની થયેલ છે.

   હમીરપર- નેકનામ ડામર રોડ ઉપર ભારે ધોવાણ થયેલ છે.

   ટંકારામાં ભારે વરસાદના કારણે નગરનાકા વિસ્તારના ઘરોમાં ત્રણથી પાંચ ફૂટ સુધી પાણી કલાકો સુધી ભરાયેલ. લોકોના માલસામાન ઘરવખરી રાચરચીલાને પાણીમાં પલળી ગેલ. અનાજ, કરીયાણું પલળી જતા ભારે હાલાકી થયેલ.

   તાલુકા પંચાયત પ્રમુખ ભુપેન્દ્રભાઇ ગોધાણી, જિ. પં. સદસ્ય મહેશભાઇ રાજકોટીયા તથા બસો જેટલા સ્ત્રી-પુરૂષોની તંગ સમય જોરદાર રજુઆતો થતા કલેકટર દ્વારા આર. એન્ડ બી ને પાણીની નિકાલ માટે તાકિદે કામગીરી કરવા હુકમ કરાયેલ.

   ગઇકાલ બપોરના હીટાચી મશીન દ્વારા હાઇવે રોડની રાઇડ માં ખોદકામ ચાલુ કરાયેલ છે.

   પાણીના નિકાલ માટે મોટા પાઇપો ફીટ કરાશે. ખીજડીયા ચોકડી ઉપર આવેલ ડેબીનો નીચેથી વરસાદનો પાણીનો નિકાલ થાય છે તે સાફ કરાશે.

   કાર્યપાલક ઇજનરે દોમડીયા દ્વારા જાત દેખરેખ નીચે કામગીરી ચાલે છે.

   ટંકારામાં તા. ૧ તથા ૧૪ ના રોજ પડેલ ભારે વરસાદમાં ટંકામાં ગૌેરવ પથનું ભારે ધોવાણ થયેલ છે. ઠેર-ઠેર ડામર રોડ ધોવાય ગયેલ છે. ખાડાઓ પડી ગયેલ છે. હાઇવે રોડ ડીસ્કો રોડ બની ગયેલ છે.

   ટંકારા વિસ્તારમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત લોકોને મોરબી સીરામીક એસોસીએશન દ્વારા ટંકારા વિસ્તારમાં પ૦૦ ફૂટ પેકેટોનું વિતરણ કરાયેલ.

   ટંકારા તાલુકામાં વિરપુર ગામે આવેલ નાલંદા વિદ્યાલય દ્વારા ઇડલી સંભાર વરસાદના અસરગ્રસ્તોને શ્રી એમ. પી. દોશી વિદ્યાલય ખાતે જમાડાયેલ. બપોર પછી મેટાડોર દ્વારા ઝુપડે ઝુપડે ફરી અસરગ્રસ્તોને ઇંડલી સંભારનું વિતરણ કરાયું છે.

 (02:17 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS