Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

પ્રોત્સાહક નિતીઓ આવે તો મોરબી સિરામીક ઉદ્યોગ કોઇને હરિફાઇમાં ટકવા ન દે

જીએસટીના પ્રશ્નોના ઉતર મેળવવા સિરા.એસો દ્વારા અધિકારીઓ સાથેનો સેમિનાર યોજાયો

પ્રોત્સાહક નિતીઓ આવે તો મોરબી સિરામીક ઉદ્યોગ કોઇને હરિફાઇમાં ટકવા ન દે

   મોરબી તા.૧૭: મોરબીથી વાંકાનેર સુધી અને ઓરસચોરસ ચારે બાજુએ પાખો ફેલાવી વિસ્તરેલ મોરબી પંથકનો સિરામીક ઉદ્યોગ આજે વિશ્વના નકશા પર પહોંચી ગયો છે અને મોરબીના વિકાસનો મુખ્ય હિસ્સો પણ ખાસ કરીને મોરબી પંથકમાં બે દાયકાપૂર્વે નળીયા ઉદ્યોગ ધમધમતો હતો અને સમયે ૧૫૦ થી વધારે કારખાનામાં બનતા વિલાયતી નળિયા દેશના ખુણે ખુણે વહોચતા હતા મોરબીના નળિયા વાપરવાવાળા ગર્વથી ''મોરબીના છે''તેમ કહેતા ફુલાન સમાતા કહે છે ને કે'' સમયએ પરિવર્તનની પારાશીશી છે તેમ નળીયાના ઉત્પાદકોનું ધ્યાન સિરામીક ઉત્પાદનો બનાવવા તરફ આકર્ષાર્યુ અને મોરબી પંથકના આ મુખ્યત્વે પાટીદારો પોતાની સાહસિકવૃતિ, અથાગ મહેનત કરવાની નેમ સાથે સિરામીક ઉત્પાદનો તરફ વળ્યા અને મોરબી પંથકમાં ૧૯૯૫માં સિરામીક ઉદ્યોગના પાયા નખાયા બાદ એક ઓળખ ઉભી થવી શરૂ થઇ અને તે સમયમાં ભાગ એસ્ટ્રોન સિરામીક જયદિપ સિરામીક અને મેકસન સિરામીક સહિત ૩ થી ૪ કારખાના કાર્યરત થયા.

   સમય સમય પર આ ઉદ્યોગના આકર્ષણથી અનેક નળીયા ઉત્પાદકોએ સિરામીક ઇન્ડસ્ટ્રીઝો શરૂ કરી, કુદકેને ભુસકે વધતી જતી ઇન્ડસ્ટ્રીઝનો આંક આજે ૨૦૧૭માં ૭૦૦એ પહોંચ્યો છે સિરામીક ઉત્પાદનોમાં મુખ્યત્વે ચાર પ્રકારના ઉત્પાદનો કરવામાં આવે છે જેમાં વોલટાઇલ્સ, ફલોર ટાઇલ્સ વિટ્રિફાઇડ ટાઇટસ જેના કુલ ૬૦૦ યુનિટ ધમધમી રહ્યા છે તો સિરામીકનોજ હિસ્સો ગણાતા સેનેટરીવેર્સના પણ આશરે ૧૦૦ જેટલા યુનિટોનર્યરત છે વર્ષે દદાડે રૂ.૨૫૦૦૦ કરોડનું ટર્ન ઓવર કરતા આ ઉદ્યોગનું જગતે ગતવર્ષેનું ટર્ન ઓવર ૨૮૫૦૦ કરોડ રૂ.નુ હતુ અને સરકારને આઇ.ટી એકસાઇઝ અને વેટના ટેક્ષ રૂપે રૂ.૩૨૦૦ કરોડ અને સાથે રૂ.૬૨૦૦ કરોડનું એકપોર્ટ કરી કરોડો રૂ.નું હડીયામણ રળી આપ્યુ હતુ. અને હાલમાં મોરબી સિરામીક ઉદ્યોગજગતની ૪૦૦ જેટલી ઇન્ડસ્ટ્રી રૂ.૧૦ થી ૧૦ કરોડનું વાર્ષિક એકપોર્ટ કરી રહી છે. આજે વિશ્વના દેશોમાં મોરબી સિરામીક ઉત્પાદનોની માંગ ઉતરોતર વધવાના કારણે પ્રતિવર્ષ એકપોર્ટમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો નોંધાઇ રહ્યો છે.

   કેનેડા, અમેરિકા, બ્રાઝીલ, મેકિસીકો, આર્જેન્ટીના, કોલંબીયા, યુરોપના દેશો સહિત આજે મોરબી સીરામીક ઉત્પાદનો ૧૭પ દેશમાં એકસપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં મોટો હિસ્સો વોટ ટાઇલ્સ, ગોઝટાઇલ્સ અને વિટ્રીફાઇડનો છે.

   આ ઉદ્યોગો આજે એવું તો કાંઠુ કાઢયું છે કે તે ચાયનાને હંફાવી રહ્યો છે અને જો ચાયના સરકારની  જેમ ભારત સરકાર આ ઉદ્યોગની પીઠ થાબડી તેના માટે પ્રોત્સાહક નિતીઓ અમલી બનાવે તો આ ઉદ્યોગ ચાયનાને પછાડી દે તેમાં કોઇ શંકાને સ્થાન થી ચાયના સરકાર એકપોર્ટરોને ૯ ટકા સબસીડી આપે છે. જયારે ભારત સરકાર માત્ર અઢી ટકા, ચાયના સરકાર દ્વારા એકસપોર્ટરોને ડોલરના રૂપે તાત્કાલીક સબસીડી ચુકવવામાં આવે છે. જયારે ભારતમાં કસ્ટમમાંથી પેપરો મેળવ્યા બાદ ત્રણ-ચાર પ્રોસીઝર કર્યા બાદ સબસીડી હાથમાં આવતા પણ સમય લાગે છે. ચાયનાના સીરામીક ઉત્પાદકો દ્વારા બ્રાઝીલમાં કરવામાં આવતા  માલ સામે બાઝીલ સરકાર દ્વારા એન્ટીડમ્પીંગ ડયુટી અમલી બની તો તેની નુકશાની ભરપાઇ કરવા સરકાર દ્વારા એકસપોર્ટરોને, કન્ટેઇનરમાં સબસીડી આપવાનું શરૂ કરાયું આવુ પ્રોત્સાહન કે આર્થિક લાભ મોરબી કે ભારતના સીરામીક ઉત્પાદકોને મળતા નથી.

   વર્ષ દહાડે અબજો રૂ.નું ટર્ન ઓવર કરી, ટેક્ષના રૂપે કરોડો રૂ. સરકારને ચુકવતો આ ઉદ્યોગ સાથોસાથ સીંધી કે આડકતરી રીતે ૧૦ લાખથી પણ વધારે લોકોને રોજીરોટી પુરી પાડે છે. સવા ત્રણ લાખ મજુરો તો માત્ર ફેકટરીઓના મજુર કવાર્ટરમાં જ રહે છે, ૭પ હજારથી વધારે માર્કેટીંગ મેનેજરો, સેલ્સ વિભાગ, એકઝીકયુટીવ વિભાગમાં કાર્યરત છે. ઉપરાંત આ ઉદ્યોગ સાથે સંલગ્ન પેટા ઉદ્યોગની વાત કરીએ તો, પેકેઝીંગ વ્યવસાયની અનેક ફેકટરીઓ ચાલે છે. ૩૦૦૦ થી વધારે ટ્રકો રોજની માલનું પરિવહન કરે છે.

   પેપર મીલો, સ્પ્રેડાયર, એન્જી. વર્કશોપ, કાચા-પાકા માલના પેડર સાથે લાખો લોકો પોતાની રોજી-રોટી રળી રહ્યા છે.

   નવો જી. એસ. ટી. કાયદો અમલી બનતા આજે દેશના અનેક વેપારી સંગઠનો આ કાયદાને પુરો સમજી શકતા ન હોવાથી તેમને અનેક પ્રશ્નો મુજવી રહ્યા છે. અને તેવા પ્રશ્નોના જવાબ મેળવવા અધિકારીઓ સાથે સેમીનાર યોજી પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરી રહ્યા છે.

   તેમ મોરબી સિરામીક ઉદ્યોગ જગતનો પણ ટ્રેડર્સ અને એકસ્પોર્ટસને મુંજવતા પ્રશ્નોના ઉતરો મળી રહે તે માટે મોરબી સીરામીક એસો.ના પ્રમુખ કે. જી. કુંડારીયા, નિલેષભાઇ જેતપરીયા, પ્રમુખગણ દ્વારા મોરબી સીરામીક ઓફીસ ખાતે રાજકોટ એકસાઇઝ વિભાગના ડે. કમિશ્નર મનિષ ચાવડા તેમજ સુપ્રિન્ટેન્ડન્ટ આર. સી. મણીયારની ઉપસ્થિતીમાં ઉદ્યોગકારો સાથે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

   એકસ્પોર્ટસ દ્વારા અધિકારીઓને પુછવામાં આવ્યું કે, ટ્રેડર્સ બે રીતે એકસપોર્ટ કરી શકે, પ્રથમ ટેક્ષના ર૮ ટકા ભરીને અથવા નવા સુધારા મુજબ, અથવા ૧૦ કરોડનું ટર્ન ઓવર કર્યુ હોય અને તેના ખાતામાં ૧ કરોડ જમા બોલતા હોય તો કોઇપણ રકમ ભર્યા વગર તે એકપોર્ટ કરી શકે,

   પરંતુ ફેકટરી સંચાલક પાસેથી માલ ખરીદતી વખતે તે ર૮ ટકાનો ટેક્ષ વસુલે, અને ત્રણ માસ બાદ તે રીફંડ રૂપે પરત મળે, તો આવો નિયમ અગાઉ નહોતો. આ નિયમના કારણે કોઇ ટ્રેડર્સ ફેકટરી સંચાલક પાસેથી રૂ. ૧૦ કરોડનો માલ ખરીદ કરે તો તેના વધારાના ર૮ ટકા લેખે રૂ. ર.૮૦ કરોડ ત્રણ માસ સુધી રોકવા પડે તે વધારાનું ભારણ છેદ તો તેના માટે શું કરવું ?

   જયારે એકસપોર્ટના બોન્ડ આપવાના થાય તો તે કોઇ રીતે આપવા કયાં અધિકારીને આપવા, અમો ટ્રેડર્સની કંડલા બંદરે શીપીંગ બીલ ફાઇલ થાય તેની કોઇ કોલમ જ નથી આપવામાં આવી અને જો તેમાં ઉલ્લેખ કરવામાં આવેલ હોય તો જ એકસપોર્ટરને રીફંડ મળી શકે, નહીતર તો ખબર જ ન પડે, તેનું શું ?  ભરવામાં આવતા ર૮ ટકા ટેક્ષનું રીફંડ મળે, પરંતુ ાસથે મળનારૂ અઢી ટકાનું લમસમ રીબેટ મલે કે નહીં ? તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી અને ત્રણ માસ માટે રોકાણ થતી ટ્રેડર્સોની રકમ કરોડો-કરોડો રૂ.માં પહોંચશે, આ વધારાના ખોટા રોકાણના કારણે ધંધાના ટર્ન-ઓવરમાં અડચણો ઉભી થશે અને તે ર૮ ટકાની રકમ રીફંડ મેળવવા ત્રણ માસ પછી અરજી કરવામાં આવશે અને રોકાણ થતી રકમના ૯૦ ટકા રકમ ૭ દિવસમાં રીફંડ મળશે જયારે બાકીના ૧૦ ટકા રકમ બે માસ બાદ આનાથી ટ્રેડર્સોને ખૂબ મુશ્કેલી ઉભી થશે.

   જી.એસ.ટી.ના કોઇપણ પ્રકારના ડોકયુમેન્ટસ કઇ રીતે બનાવવા તેની કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અગાઉની જોગવાઇ મુજબ સિરામીક ઉત્પાદક કોઇ નવુ઼ કારખાનું બનાવે અને વિદેશથી મશીનરી ઇમ્પોર્ટ કરવી હોય તો, કોઇપણ પ્રકારની ડયુટી ભરવામાં આવતી નહતો. ૦ ટકા ડયુટી હતી જે નવા જી.એસ.ટી. મુજબ ઇમ્પોર્ટ મશીનરી પર ૧૮ ટકા ટેક્ષ ભરવો પડશે. અને તેનાથી કારખાનેદારને મુશ્કેલીઓ પડશે. દા.ત. કોઇ કારખાનેદાર કારખાનું બનાવી રહ્યા છે અને તેનું બજેટ ર૦ કરોડ રૂ.નું છે તેથી તેને તે રકમ અનુસંધાને બેંકમાં લોન એપ્લાય કરી છે તો ચાર માસ પહેલા આ ર૦ કરોડની લોન એપ્લાય કરનાર કારખાનેદારને ર૦ કરોડના ૧૮ ટકા એટલે ૩.૬૦ કરોડ રૂ.ની વધારાની જોગવાઇ કરવી પડશે અને વળી આ ૩.૬૦ કરોડ રીફંડેબલ છે, પરંતુ દોઢથી બે વર્ષે અને કટકે કટકે તેને રકમ રીફંડ મળશે તે જોગવાઇ બાબતે નવા કારખાનેદારો મુશ્કેલીમાં મુકાયા છે તો તેનું શું ?

   અને ટ્રેડર્સ, એકસપોર્ટર સિરામીક ઉત્પાદનો એકસપોર્ટ કરે તો તેના પર ૮ ટકા ટેક્ષ ભલે રીફંડેબલ છે) અને ડાયરેકટ ઉત્પાદક એક્ષ્પોર્ટ કરે તો કોઇપણ પ્રકારનો ટેક્ષ ન લાગે, આ એક વિચિત્ર જોગવાઇ છે?

   આ ઉપરાંત ઉત્પાદકો અને ટ્રેડર્સોના અન્ય નાના-મોટા સવાલોના ઉપસ્થિત અધિકારીઓએ સંતોષકારક જવાબ આપ્યા હતા. છતાં એ ટ્રેડર્સોએ ભરવા પડતા ર૮ ટકાનો ટેક્ષ મુખ્ય મુદો રહ્યો હતો. અને તે બાબતે ટ્રડર્સોમાં ગણગણાટ અંત સુધી જોવા મળ્યો હતો. અર્થાત ર૮ ટકાનો મુદો શરૂથી અંત સુધી પ્રમુખ સ્થાને રહ્યો હતો.

   નવા જી.એસ.ટી.ના અમલીકરણ પૂર્વે અને અમલીકરણ બાદ જયારે જી.એસ.ટી.માં સુધારા-વધારા કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારે મોરબી સિરામીક ઉદ્યોગ જતે પણ સિરામીક ઉત્પાદનો પર નાખવામાં આવેલ ર૮ ટકા ટેક્ષની સામે ૧ર થી ૧૮ ટકા ટેક્ષ કરી આપવા માંગણી કરી હતી અને તેના કારણમાં જણાવ્યું હતું કે, ટાઇલ્સ એ હવે કોઇ લકઝરીયસ વસ્તુ રહી નથી. નાનામાં નાના માણસો માટે પણ તે જરૂરી એવી વસ્તુ બની ગઇ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પણ ર૦રર સુધીમાં દરેકને ઘરનું ઘર, ઘરઘર શૌચાલય અને સ્વચ્છતા અભિયાનમાં પણ અનિવાર્ય રીતે વાપરવામાં આવનાર આ વસ્તુ બની ગઇ છે.

   જોકે માંગણી પૂરી કરવામાં આવી નહોવા છતાં પણ દેશ માટે સમાજ માટે, પોતાના વિશાળ મજૂર વર્ગ માટે હરહંમેશ લાગણીશીલ આ સિરામીક ઉદ્યોગ જતે ર૮ ટકા ટેક્ષ હોંશે હોંશે સ્વીકારી, એક દેધ, એક ટેક્ષના સુત્રને સાર્થક કરવા દેશની હરણકાળ પ્રગતિમાં હોંશે હોશે પોતાનો હિસ્સો નોંધાવી અન્ય દેશોમાં પણ ભારતનું નામ રોશન કરવા કટીબદ્ધ બન્યા છે.

   જો કે વર્તમાન પરિસ્થિતિ એવી છે કે, સિરામીક ઉત્પાદનોની માંગમાં ખુબ ઘટાડો નોધાવોય છે કોઇ જાતની ડીમાંડ નથી જેના કારણે ફકત ટ્રેડર્સો પાસે સ્ટોકમાં પડેલ માલ છે તેનો તે નિકાલ કરી રહ્યા છે અને જે મોરબીથી ટ્રકો ભરાતા તે હાલમાં માત્ર ૩૦ ટકા જ ભરાય છે આમ જી.એસ.ટીના હાઉના પગલે સિરામીક ઉદ્યોગ જગતમાં મંદીનુ મોજુ ફરી વધ્યુ છે  ભવિષ્યમાં શું થશે? વધુ માલ ખરીદવો કે નહી? હવે પછી શું થશે? જેવા જી.એસ.ટીમા પગલે ઉભા થયેલા સવાલો બાદ ટ્રેડર્સોની માલ ઉપાડવામાં આવેલ કમીના કારણે સિરામીક ઉદ્યોગ જગત ભયંકર મંદીનો સામનો કરી રહ્યા છે.(૧.૭)

 (02:16 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS