Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

ટંકારામાં પાણી નિકાલ મુદ્દે મહિલા- પુરૂષો દ્વારા કંન્ટ્રોલ રૂમમાં રજૂઆત

ટંકારામાં પાણી નિકાલ મુદ્દે મહિલા- પુરૂષો દ્વારા કંન્ટ્રોલ રૂમમાં રજૂઆત

       ટંકારા, તા.૧૭: ૧૭ ઇંચ વરસાદમાં ટંકારામાં પોલીસ લાઇન પાછળ આવેલા ઘરોમાં, નગરનાકા પાસે આવેાલ ઘરોમાં તથા હાઇવે રોડ ઉપર આવેલ પચાસ સો વારના મફતીયા પરાના મકાનોમાં ત્રણથી પાંચ ફુટ પાણી ભરાયેલ હતા.

      સાંજના આઠ વાગ્યે નગરનાકા વિસ્તારના લોકોએ મામલતદાર કંટ્રોલમાં સોથી સવાસો માણસોએ રજૂઆતમાં દોડી આવેલ. અધિકારીઓએ આશ્વાસન આપવા સિવાય કાંઇ કરી શકેલ નહીં.

      ચોમાસામાં ટંકારાના નગરનાકા, મફતીયાપરાના પાણીનો નિકાલ, નગરનાકેથી પોલીસ સ્ટેશન, પોલીસ લાઇન તથા પી.ડબલ્યુ.ડી.ના કવાર્ટસ પાસેથી જતું હતું અને વરસાદી  પાણીનો નિકાલ થતો હતો.

      છેલ્લા ત્રણ ચાર વર્ષથી પોલીસ ડીપાર્ટમેન્ટ તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશન તથા પોલીસ કવાર્ટસની કંમ્પાઉન્ડ વોલ આગળ આવેલી ખુલ્લી જગ્યામાં ઝાડવાઓ વાવવામાં આવેલ છે. જે તે સમયે વરસાદી પાણીના નિકાલ માટે ભુંગળાઓ નાના નાંખવામાં આવેલ છે.

      અતિ ભારે ૧ર ઇંચ વરસાદનું પાણી આ નાના ભુંગળાઓમાંથી ગયેલ નહી અને લોકોના મકાનો, ઘરોમાં ધુસી ગયેલ અને પાંચ-સાત ફુટ પાણી ભરાયેલ. ઘરવખરી પલળી ગયેલ, અનાજ, કરીયાણું વિગેરે પલળી ગયેલ. ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ ભુપેન્દ્ર ગોધાણી, જિ.પં. સદસ્ય મહેશભાઇ રાજકોટીયા, તા. પં. સદસ્ય ચેતન ત્રીવેદી તથા સો સવાસો લોકોએ પોલીસ લાઇન આગળનો બગીચો ખોદી ત્યાંથી પાણી નિકાલ કરવા માંગણી કરેલ પરંતુ કશી કાર્યવાહી થઇ નથી.

      લોકોએ પોલીસ કવાર્ટસની કંમ્પાઉન્ડ વોલ તોડી પાણી નીકાલની માંગણી કરેલ પરંતું તે પણ મંજુર ન થયેલ.

      આજે સવારથી પુરપીડીતગ્રસ્તો સ્ત્રી-પુરૂષો મામલતદાર કચેરીમાં ઉમટી પડેલ અને પોલીસ કવાર્ટસ આગળનો બગીચામાં જેસીબીથી ખોદી પાણી નિકાલ કરવા જોરદાર માંગણી કરી રહ્યા છે. આ ઉપરાંત ખીજડીયા-ચોકડીથી વોંકળા સુધી તથા ખીજડીયા ચોકડીથી અમરાપર રોડ ઉપર જેસીબીથી  તાત્કાલીક ખોદી પાણીનો નિકાલ કરવા માંગણી કરી રહેલ છે. (૧૧.૬)

       

 (12:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS