Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમદાવાદના ૩પ૦ યુવાનો દ્વારા સફાઇ અભિયાન, વિવિધ મંદિરો કર્યા ચોખ્ખા ચણાક

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમદાવાદના ૩પ૦ યુવાનો દ્વારા સફાઇ અભિયાન, વિવિધ મંદિરો કર્યા ચોખ્ખા ચણાક

    વેરાવળ - પ્રભાસ પાટણ :.. સોમનાથ તીર્થધામમાં શ્રાવણ માસમાં મહાદેવનાં દર્શને લાખો લોકો આવશે. જેને લઇને સોમનાથ  ખાતે આ વર્ષે પણ બાપા સીતારામ ગ્રુપ - અમદાવાદનાં ૩પ૦ સ્વયંમ સેવકો દ્વારા સોમનાથ ટ્રસ્ટ હસ્તકનાં સોમનાથ મંદિર, ભાલકા, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ત્રિવેણી સંગમ, પ્રાચી તિર્થ, સહિતનાં મંદિરોની સાફ - સફાઇ હાથ ધરવામાં આવેલ. અલગ-અલગ પાંચ થી વધુ ટીમોએ સાવરણા-વાયપર, ડસ્ટર, બ્રશ, ટબ, ડોલ, લાંબા તથા ઇલેકટ્રીક વાઇપરનાં ઉપયોગથી એક જ દિવસમાં તમામ મંદિરોનાં પરિસરો સ્વચ્છ કર્યા હતાં. આ અંગે પ્રમુખ હરેશભાઇ ઓજાએ જણાવેલ કે, નરેન્દ્રભાઇ મોદી સ્વચ્છતાનાં આગ્રહી હોય ત્યારે સમગ્ર દેશમાં સફાઇ અભિયાન શરૂ થયું છે, તો સોમનાથ ટ્રસ્ટની પણ અપીલ છે કે, શ્રાવણ માસમાં યાત્રીકોએ એક સંકલ્પ સાથે તીર્થમાં પહોંચે કે પોતાનો કચરો જયા - ત્યા ફેકવાને બદલે કચરા ટોપલીમાં નાખે સોમનાથ મંદિર અને ટ્રસ્ટનાં અન્ય મંદિરોમાં સફાઇ કરતા બાપા સીતારામ ગ્રુપનાં યુવાનો નજરે પડે છે.

 (12:20 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS