Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

ગુજરાત એ સહકારી પ્રવૃત્તિઓનું માર્ગદર્શક રહ્યું છેઃ રાધામોહન સિંગ

ખેડૂતોની ઉન્નતિ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્યરત છેઃ પરસોત્તમભાઇ રૂપાલા : અમરેલીમાં સહકાર સંમેલન યોજાયું

ગુજરાત એ સહકારી પ્રવૃત્તિઓનું માર્ગદર્શક રહ્યું છેઃ રાધામોહન સિંગ

   અમરેલી તા. ૧૭ : કૃષિ અને ખેડૂત કલ્યાણ કેન્દ્રીયમંત્રીશ્રી રાધામોહન સિંગ તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત કેન્દ્રીય રાજયમંત્રીશ્રી પરષોતમભાઇ રૂપાલાના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે સહકાર સંમેલન યોજાયું હતુ.

   અમરેલીના ખેડૂત તાલીમ કેન્દ્ર યોજાયેલ સહકાર સંમેલનમાં દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂકતા કૃષિ અને ખેડૂત કલ્યાણ કેન્દ્રીયમંત્રીશ્રી રાધામોહન સિંગે જણાવ્યું કે, ગુજરાત એ સહકારી પ્રવૃત્તિઓનું માર્ગદર્શક રહ્યું છે. સહકારના માધ્યમથી સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્ર સાકાર થઇ શકે છે.

   મંત્રીશ્રી સિંગે ઉમેર્યુ કે, સહકાર અને સહકારી પ્રવૃત્ત્િઓ દેશ માટે નવી નથી. ધરતી પર માનવજીવનની શરૂઆતની સાથે સહકાર અને સહકારી પ્રવૃત્તિઓ થઇ રહી છે જે આપણા સ્વભાવમાં છે. મંત્રીશ્રી સિંગે ગુજરાતમાં સહકારી પ્રવૃત્ત્િઓનો ઇતિહાસ તાજો કરી અમૂલ જેવી સહકારી સંસ્થાની શરૂઆત અને તેના થકી થયેલા વિકાસ-પરિવર્તન-ક્રાંતિની વિગતો જણાવી હતી.

   તેમણે મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજયોના દ્રષ્ટાંત આપતા કહ્યું કે, દક્ષિણમાં મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલી સહકારી પ્રવૃત્તિઓમાંથી પ્રેરણા લઇ મધ ઉત્પાદન સહકારી પ્રવૃત્તિ માટે આગળ વધી શકાય છે. નબળા વર્ગને આગળ લાવવા કાર્યરત સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવા  કેન્દ્ર સરકારનું વલણ સકારાત્મક છે, ત્યારે ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિઓ વધુમાં વધુ સારી રીતે વિકસી શકે તે અગત્યનું છે.

   કૃષિ અને ખેડૂત કલ્યાણ કેન્દ્રીયમંત્રીશ્રીએ જણાવ્યું કે, બીજા રાજયોની સરખામણીએ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધુ છે કારણ કે અહીં પારદર્શિતા છે. સહકારી પ્રવૃત્ત્િસાથે સંકળાયેલા સદસ્યો અને સંચાલકો વચ્ચેનું પારદર્શીપણું એ સહકારી પ્રવૃત્તિના વ્યાપ અને સફળતા માટે જરૂરી છે. બીજા રાજયો માટે ગુજરાતની સહકારી પ્રવૃત્તિઓ અને સહકારી પ્રવૃત્ત્િસાથે સંકળાયેલી પારદર્શિતા પ્રેરણાદાયી છે. સોઇલ હેલ્થ કાર્ડ, ટપક-ફુવારા સિંચાઇ પધ્ધતિ અપનાવવા તેમજ સહકારી પ્રવૃત્તિઓ સાથે મહિલાઓને જોડવા અનુરોધ કર્યો હતો.    

   કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત કેન્દ્રીય રાજયમંત્રીશ્રી પરષોતમભાઇ રૂપાલાએ કહ્યું કે, સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા ખુલ્લા મંચ પર કરવામાં આવે તેવું અમરેલીમાં જોવા મળે છે. તેમણે અમરેલીની ભૌગોલિક બાબત સાથે ખેતી અને જળસિંચન સંબંધિત તમામ વિગતોને ટૂંકમાં રજૂ કરી હતી.

   કેન્દ્રીય રાજયમંત્રીશ્રી પરષોતમભાઇ રૂપાલાએ જણાવ્યું કે, ખેડૂતોની ઉન્નતિ માટે કેન્દ્ર અને રાજય સરકાર કટિબધ્ધ છે. કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી અને કપાસ ખરીદવામાં આવતા અમરેલી જિલ્લાના ખેડૂતોને થયેલ ફાયદા વિશે પણ વિગતે વાત કરી હતી. કૃષિકારોની આવકમાં વૃધ્ધિ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં મધ ઉત્પાદનને સહકારી પ્રવૃત્ત્િની સાથે સાંકળી લઇને કાર્યો કરવા તેમણે અપીલ કરી હતી અને તેમાં સફળતા મળે તેવી શુભેચ્છાઓ તેમણે અભિવ્યકત કરી હતી.

   અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને પૂર્વ કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, જિલ્લામાં મુખ્ય વ્યવસાય કૃષિ અને પશુપાલન છે. રોજગારી માટે પશુપાલન અને ડેરી ઉદ્યોગમાં ઉમદા તકો રહેલી છે, અમર ડેરીએ સ્થાનિક ક્ષેત્રે રોજગારી ઉભી કરી છે. જિલ્લામાં સહકાર-સહકારી પ્રવૃત્ત્િથી મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરી મધ ઉત્પાદન મેળવી રોજગારીની નવી તકો ખોલવાનું આયોજન છે.

   શ્રી સંઘાણીએ ઉમેર્યુ કે, ઓરિસ્સામાં ભુવનેશ્વર, મહારાષ્ટ્રમાં પુણે તેમજ પંજાબમાં લુંધિયાણા ખાતે મધ ઉત્પાદનની પ્રવૃત્ત્િચાલી રહી છે. ગુજરાતમાં અમરેલી મધ ઉત્પાદન ક્ષેત્રે આગળ વધે, રોજગારીની નવી તકો ખૂલે તેવી અભિલાષા તેમણે વ્યકત કરી હતી.     

   પ્રાસંગિક ઉદ્દબોધન અમર ડેરી ચેરમેનશ્રી અશ્વિનભાઇ સાવલિયા અને અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી શરદભાઇ લાખાણી કર્યુ હતુ.

   આ તકે દૂધ ઉત્પાદન મેળવનાર પશુપાલકો, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના  વિવિધ યોજનાકીય સહાયના લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સહકારી મંડળીઓને માઇક્રો એટીએમ અર્પણ કરવામાં આવ્યા હતા.

   નિવૃત્ત કર્મચારીઓનું તેમજ શ્રી ભાણાબાપા કસવાળા અને પ્રો. વિમલ રામાણીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ.

   આ પ્રસંગે અમર ડેરીના મેનેજિંગ ડિરેકટરશ્રી શ્રી પટેલ, અમુલ ડેરીના મેનેજિંગ ડિરેકટરશ્રી આર.એસ. સોઢી, શ્રી અરૂણાબેન માલાણી, શ્રી ચંદુભાઇ સંઘાણી, શ્રી ગીતાબેન સંદ્યાણી, શ્રી મનિષ સંઘાણી, શ્રી મુકેશ સંદ્યાણી, શ્રી બાલુભાઇ તંતી, શ્રી રશ્વિનભાઇ ડોડીયા, શ્રી કાળુભાઇ વિરાણી, શ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી જયોત્સનાબેન ભગત, શ્રી ઘનશ્યામભાઇ અમીન, શ્રી રામભાઇ સાનેપરા, અમરેલી જિલ્લાના પશુપાલકો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

   કાર્યક્રમનું સંચાલન હરેશ બાવીશીએ, શાબ્દિક સ્વાગત અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર શ્રી બી.એસ. કોઠીયાએ અને આભારવિધી શ્રી અરૂણ પટેલે કરી હતી.

   કૃષિ અને ખેડૂત કલ્યાણ કેન્દ્રીયમંત્રીશ્રી રાધામોહન સિંગ તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત કેન્દ્રીય રાજયમંત્રીશ્રી પરષોતમભાઇ રૂપાલા સહિતના મહાનુભાવોએ અમર ડેરીની મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યુ હતુ.

 (12:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS