Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

ભાવનગરમાં ચોરાઉ કાર સાથે વણિક વેપારી પુનઃ પકડાયો

ભાવનગરમાં ચોરાઉ કાર સાથે વણિક વેપારી પુનઃ પકડાયો

   ભાવનગર : અહીંયા લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન ઘોઘા સર્કલ વિસ્તારમાંથી પસાર થતી ગ્રે કલરની શેવરોલેટ કંપની સ્પાર્ર્ક કાર નં. જીજે૧કેજી ૪ર૦૩ના ચાલક હેમલભાઇ ભુપેન્દ્રભાઇ શાહ (ઉ.વ.૪પ) રહે. ભાવનગર)ને અટકાવી કારના આધાર પુરાવા માંગતા નહિ હોવાનું જણાવતા પોલીસે આગવી રીતે પૂછપરછ કરતા કાર ચોરાઉ હોવાથી કબુલાત કરી હતી. પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળ્યાનુસાર ચોરાઉ કાર સાથે ઝડપાયેલ શખ્સ પી.વી.સી. પાઇપનો વેપાર કરે છે. અગાઉ પણ વાહન ચોરીમાં ઝડપાયો હતો. તસ્વીરોમાં પોલીસ ઉટાફ વાહનચોર વેપારી (નીચે બેઠો છે તે) તથા કબ્જે લેવાયેલ કાર દર્શાય છે. (તસ્વીર મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

 (12:15 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS