Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

વાંકાનેર-ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી તારાજી

હવે ભારે વરસાદના માહોલમાં પુરનુ જોખમ થવાની દહેશત

વાંકાનેર-ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી તારાજી

   વાંકાનેર તા. ૧૭ :.. શહેરમાં છેલ્લે ર૦૧૩ માં હાલ જેવો વરસાદ ચોમાસાના અંત ભાગે વરસેલો. તે સમયે સપ્ટેમ્બરના ઉતરાર્ધે રાજકોટ-કુવાડવા-ચોટીલા સહિત વાંકાનેર પાસેના મચ્છુ-૧ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં (હાલ જેવો જ) અતિ ભારે વરસાદ વરસતા  રાતોરાત મચ્છુ-૧ ડેમની સપાટી કે જે વરસાદ પહેલા આશરે રપ ફુટ જેટલી તળીયે હતી તે એકાએક વધીને ડેમની કુલ સપાટી ૪૯ ફુટ ને આંબી જઇ ડેમ ઓવર ફલો થયેલો. બાદમાં ત્રણ વરસ સુધી વાંકાનેર પંથકમાં વરસાદી ખેંચનું ચોમાસુ ચીત્ર રહેલું. હાલ વિતેલા શુક્ર અને શનિવારે ચોટીલા-રાજકોટ- કુવાડવા સહિત મચ્છુ-૧ ના ઉપરવાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે, વરસાદ પહેલા માત્ર વીસેક ફુટની સપાટી હતી તે મચ્છુ-૧ ડેમ રાતોરાત નવા નીરની ભારે આવક સાથે શનિવારે ૪૯ ફુટ સપાટીને પાર કરી ઓવરફલો થઇ ચુકયો છે. ર૦૧૩ વેળા પણ રાજકોટ જળબંબોળ થયેલું અને આ વેળા પણ એજ સ્થિતી જોવા મળી.

   વાંકાનેરની ભૌગોલિક સ્થિતિ જોઇએ તો, આ શહેર બે નદીઓનું સંગમ સ્થાન છ.ે પતાળીયા નદી અને મચ્છુ નદી, વાંકાનેર ભાગોળે એકત્ર  થાય છે. જયારે પણ મચ્છુ-૧ ડેમ ઓવર ફલો થયો છે ત્યારે તે નીર મચ્છુ નદીમાં વહે છે. મચ્છુ નદીમાં ઘોડાપુર આવ્યે પતાળીયા નદીનું વહેણ પ્રવાહ સંગમ સ્થાને અટકી જઇ તેની સપાટી ઉંચે ચઢવા લાગે છ.ે વાળા વિસ્તારો પાણીમાં ડુબવા માંડે છે. ભુતકાળમાં અવી ઘટના ૧૯૭૯ માં જયારે મોરબી જળ હોનારત થઇ ત્યારે બનેલી.

   બે દિ' પહેલા મચ્છુ-૧ ડેમ ઓવર ફલો થતાજ તંત્ર દ્વારા માઇકથી નીચાણવાળા વિસ્તારવાસીઓને સાવચેત રહેવા સુચના કમ ચેતવણી અપાઇ હતી. આ સમયે શહેરીજનોમાં પુરની ભીતિ ઉજાગર થયેલી પણ વરસાદ થંભી જઇ પુરના પાણી ઓસરતા સ્થિતિ ભયમુકત બની હતી. ત્રણ વર્ષ વૂર્વે ડેમ ચોમાસના  અંગભાગે ઓવર ફુલો થયેલો જયારે આ વેળા મચ્છુ-૧ ડેમ ચોમાસાના પ્રારંભ સમયે જ પુરો ભરાઇ ચુકયો હોઇ હવે જયારે પણ સર્વાત્રિક ભારે વરસાદ માહોલ ઉદભવાશે. ત્યારે ત્યારે વાંકાનેર શહેર પર પુરનું જોખમ લટકતી તલવાર જેમ ઝળુબતુ રહેવાનું ૪૯ ફુટની ઉંચાઇ અને વિશાળ જળરાશીની ક્ષમતા ધરાવતો સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો ડેમ ૧૯૪૩ મા નિર્માણ પામેલો ડેમના ચણતરકામ વેળા રાજયના પૂર્વ સીએમ. કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા ૧૯૭૯ ની મોરબી જળ હોનારત વેળા આડેમ ૧૪ ફુટ ઉપરાંત આવોર ફલો થયો હતો.

   આઠ જ કલાકમાં ર૦ ઇંચથી વધુ પાણી વરસતા ખેડૂતોના ખેતરો ધોવાઇ ગયા છે અને બંધપાળા તૂટી જતા ખેતીના પાકોનું ભારે નુકશાન થયાનું નવી કલાવડીના માજી સરપંચ અને મોમીન આગેવાન હુશેનભાઇ બાદીએ જણાવેલ. જયારે મહિકા નજીક કાનપર ગામના મોીન ખેડૂતે જણાવેલ કે શુક્રવારના ભારે વરસાદથી કાનપર ગામ અને ખેતરોમાં વ્યાપક નુકશાન થયું છે.

   જયારે તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને મુસ્લિમ આગેવાન ગુલમહંમદ બ્લોચે એક રૂબરૂ મુલાકાતમાં જણાવેલ કે, શુક્રવારના ભારે વરસાદના કારણે ઠેરઠેર ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. જેમાં રાતીદેવડી ગામમાં નાલુ તૂટતા તથા તળાવના પાળા તૂટતા ગામમાં પાણી ફરી વળેલ તેજ રીતે રાતીદેવડીથી વાંકીયા જતા રોડ પરનું નાલુ તૂટી જતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.

   તિથવા ગામમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે અનેક તળાવો તૂટતા અને રસ્તાનું નાલુ તૂટી પડતા આખુ તિથવા ઘેરાઇ ગયું હતું. કોઠી જોધપર વચ્ચેનું રસ્તા પરનું નાલુ તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે.  (પ-ર૧)

 (12:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS