Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

જૂનાગઢ, ભેસાણ, માણાવદર, મેંદરડા, વંથલીમાં ઝાપટા

મેઘરાજા મન મૂકીને નહિ વરસતા નિરાશા

      જુનાગઢ, તા. ૧૭ : છેલ્લા ર૪ કલાક દરમ્યાન સોરઠમાં અડધાથી દોઢ ઇંચ મેઘ મહેર થયા બાદ આજે સવારે જૂનાગઢ, ભેસાણ, માણાવદર, મેંદરડા અને વંથલી વિસ્તારમાં વરસાદી ઝાપટા ચાલુ રહ્યા છે.

      જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા ૪ દિવસથી વરસાદી વાતાવરણ પ્રવર્તે, પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા ન હોવાથી સોરઠવાસીઓમાં નિરાશ પ્રવર્તે છે.

      આજે સવારે પુરા થયેલા ર૪ કલાક દરમ્યાન ભેસાણ ખાતે ૧૧ મીમી, જૂનાગઢ ૧ર, માળીયા હાટીના ૧ર, માણાવદર ૬, મેંદરડા ૧૪, વંથલી ૩ અને વિસાવદર ખાતે સૌથી વધુ ૩૦ એટલે કે દોઢ ઇંચ વરસાદ પડયાનું નોંધાયું હતું.

      આજે પણ સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા છે. સવારે ૮થી ૧૦ના બે કલાકના સમયગાળામાં ભેસાણ ખાતે વધુ ૪ મીમી, જૂનાગઢમાં ૩ મીમી, માણાવદર ખાતે પાંચ, મેંદરડા-૧ અને વંથલી વિસ્તારમાં ૩ મીમી પાણી પડયાનું નોધાયું છે.

      બીજી તરફ હિરણ-બે ડેમની જળસપાટીમાં અડધો ફુટ અને ફોદાળા ડેમમાં પોણો ફૂટ પાણીનો વધારો થયો છે.

       

       

 (12:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS