Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

ભાવનગરના કરમદીયામાં આડાસબંધમાં યુવતિની હત્યા

   ભાવનગર તા. ૧૭ : જિલ્લાના કરમદીયા ગામમાં આડાસબંધમાં યુવતિની હત્યા થતાં સનસનાટી મચી ગઇ છે.

   આ બનાવની મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કરમદીયા ગામે રહેતા વિનોદભાઇ સુરાભાઇ પરમારે બગદાણા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, તેની માતાને તળાજાના ઢળીયા ગામે રહેતા ડાયાભાઇ લખમણભાઇ પરમાર નામના શખ્સ સાથે આડોસબંધ હતો.

   આ શખ્સ આજે સવારે તેના ઘેર તેની માતાને મળવા આવ્યો હતો ત્યારે ઘરે તેની બહેન ભાવુબેન સુરાભાઇ પરમાર (ઉ.વ.૩૦) હોય તેણીને આ પસંદ ન હોય માતાને મળવા આવેલ શખ્સને ચાલ્યા જવાનું કહેતા ઉશ્કેરાયેલા આ શખ્સે ભાવુબેન ઉપર છરીના ઉપરા-છાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાસી છુટયો હતો. વચ્ચે પડેલા ભાવુબેનની માતાને પણ આ શખ્સે પછાડી દઇ ઇજા પહોંચાડી હતી.

   આ બનાવ અંગે બગદાણા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ પો.સ.ઇ. વી.પી.કનાડા ચલાવી રહ્યા છે. હત્યાના આ બનાવે નાના એવા કરમદીયા ગામે ચકચાર જગાવી છે.

 (12:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS