Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

વાર્ષિક ૧૭૦૦૦ કરોડના ટર્ન ઓવરવાળા ગુજકોમાસોલમાં સૂકાનીઓની ચૂંટણીઃ ચેરમેન પદે દિલીપ સંઘાણી નક્કી

વાર્ષિક ૧૭૦૦૦ કરોડના ટર્ન ઓવરવાળા ગુજકોમાસોલમાં સૂકાનીઓની ચૂંટણીઃ ચેરમેન પદે દિલીપ સંઘાણી નક્કી

      રાજકોટ તા.૧૭ : 'ગુજકોમાસોલ' તરીકે ઓળખાતી સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદના સુકાનીઓની આજે બપોરે ચૂંટણી યોજાયેલ છે. જેના ચેરમેન તરીકે સહકારી બેંકોના રાષ્ટ્રીય ફેડરેશનના અધ્યક્ષ અને ગુજરાતના પુર્વ સહકાર મંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણીનું નામ નક્કી થયાનું જાણવા મળે છે. બપોરે ૧ર વાગ્યે બોર્ડ બેઠકમાં વિધિવત ચૂંટણી યોજાયેલ છે. કુલ ૩૩ ચૂંટાયેલા સભ્યો પૈકી લગભગ તમામ ભાજપ તરફી છે.

      ગઇકાલે ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે સુકાનીઓના નામ નક્કી કરવા બેઠક મળેલ. જેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી શ્રી શંકર ચૌધરી, પુર્વ મહેસુલ મંત્રી કૌશિક પટેલ અને પ્રદેશ મહામંત્રી સેન્સ લીધેલ. મુખ્યત્વે શ્રી સંઘાણી અને વિઠ્ઠલભાઇ રાદડિયાનું નામ ઉછળેલ. બહુમતી સભ્યોની લાગણી મુજબ શ્રી સંઘાણીનું નામ પાર્ટી કક્ષાએ નક્કી થયાનું જાણવા મળે છે. તેઓ સર્વાનુમતે ચેરમેન બને તેવા સંજોગો છે.

      ગુજકોમાસોલ માર્કેટયાર્ડ જેવી સહકારી સંસ્થાઓ પાસેથી ખાતર, બિયારણ વગેરે ખરીદ કરીને ખેડૂતોને વિતરણ કરે છે. જેનું વાર્ષિક ટર્નઓવર રૂ.૧૭૦૦૦ કરોડ જેટલુ હોવાનો અંદાજ છે. અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશન સામે સંસ્થાની વડી કચેરી આવેલી છે. છેલ્લે ચેરમેન નટુભાઇ પીતાંબરભાઇ પટેલ પદભ્રષ્ટ થયા બાદ હાલ વહીવટદાર શાસન છે એક સમયે અમરેલીના અગ્રણી મનુભાઇ કોટડિયા આ સંસ્થામાં વાઇસ ચેરમેન હતા. સૌરાષ્ટ્રના ભાગે ગુજકોમાસોલનું ચેરમેનપદ કદાચ પ્રથમ વખત આવી રહ્યુ છે.(૩-૮)

       

 (12:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS