Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

પોરબંદરમાં સવારે પોણો ઇંચઃ ખંભાળામાં પ.૬ ફુટ તથા ફોદારામાં ૩.૧૧ ફુટ નવુ પાણી

   પોરબંદર તા. ૧૭ : ગઇકાલે બપોર બાદ ઉઘાડ નીકળ્યો હતો ત્યારબાદ આજે સવારે ગાજવીજ સાથે અડધાથી પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો.

   ધ્રોકડ ડેમ વિસ્તારમાં આજ સવાર સુધીમાં ર ઇંચ વરસાદ પડી ગયો હતો ખાલીખમ ખંભાળા જળાશયમાં પ,૬ ફુટ તથા ફોદારા જળાશયમાં ૩,૧૧ ઇંચ નવું પાણી આવ્યું છે દરમિયાનમાં કરન્ટ ઘટી ગયો છે. એક મીટર મોંજા ઉછળે છે.

   જિલ્લા કટ્રોલ મુજબ વરસાદ પોરબંદર ૧૬ મી.મી. (ર૮૦ મીમી) રાણાવાવ ૪ મીમી(ર૭પ મીમી) કુતિયાણા શુન્ય (૧૯૩ મી.મી) ખંભાળા જળાશય ૮ મી.મી. (૧૮૮ મી.મી.) ફોદારા જળાશય ૧૪ મી.મી.(ર૪ર મી.મી.) નોંધાયો છે.(૬.૯)

 (12:08 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS