Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

સવારે ધ્રોલ અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર અઢી ઇંચ

નીચાણવાળા વિસ્તારોમાં ૩થી પ ફુટ સુધી પાણી ભરાતા હાલાકી

   ધ્રોલ તા.૧૭: ધ્રોલ વિસ્તારમાં સતત ત્રણ ત્રણ દિવસથી થયેલા મેઘ તાંડવ બાદ ગઇકાલે સવારે ૧૦ વાગ્યાથી વરાપ નીકળતા લોકોએ તેમજ ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરીને ધ્રોલ ખાતે સવારના ૭ વાગ્યાથી સતત ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થતા ૨ાા ઇંચ વરસાદ પડેલ છે અને હજુ વરસાદ ચાલુ છે.

   ધ્રોલ પંથકમાં સતત વરસાદને કારણે નદીઓ તથા વોકળાઓમાં પુર આવતા ધ્રોલના  કોઝવે પર પાણી ફરી વળતા ૧૨ ગામડાઓનો તેમજ હમાપર ગામનો કોઝવે  તુટતા આઠ ગામડાઓનો વાહન વ્યવહાર ખોરવાતા લોકોની સ્થિતી કફોડી બની હતી.

   ધ્રોલ તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદને કારણે ગંભીર નુકશાન થયાની ફરીયાદો ઉઠતા અસર ગ્રસ્ત ગામોની મુલાકાત લઇને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવુ તાલુકા વિકાસ અધીકારીએ જણાવેલ છે.

   ધ્રોલ શહેરના નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદ, પુરના પાણી ૩ થી ૫ ફુટ સુધી ભરાઇ ગયેલા અને લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હોવાથી ઘર વખરીે ભારે નુકશાની થયેલ છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પશુ પાલકોના વાડાઓમાં પાણી ઘુસી જતા પશુચારો પલલી જતા ભારે નુકશાની વેઠવી પડેલ છે.

 (10:59 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS