Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

કચ્છના માંડવીમાં ૪II, જોડિયા-ર, જામનગર-દ્વારકા ૧ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘમહેરથી લોકોમાં ખુશાલી

   રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ મેઘમહેર યથાવત છે. કાલે રાત્રીથી આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં અનેક જગ્યાએ અડધાથી ૪ ઈંચ જેટલો વરસાદ વરસતા પાણી - પાણી થઈ ગયુ છે અને શુક્રવારથી શરૂ થયેલ મેઘાવી માહોલ આજે સોમવારે ચોથા દિવસે પણ યથાવત છે અને ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડે તેવુ વાતાવરણ છવાઈ ગયુ છે.  આ વાતાવરણ વચ્ચે કાલે સાંજથી આજે સવારના વાગ્યા સુધીમાં સાડા ચાર ઈંચ વરસાદ પડયો છે.

   જ્યારે દેવભૂમી દ્વારકા જીલ્લામાં પણ ઝાપટાથી માંડીને એક ઈંચ જેટલો વરસાદ પડયો છે. જેમા દ્વારકામાં એક ઈંચ, ભાણવડમાં પોણો ઈંચ અને ખંભાળીયામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

   જામનગર

   જામનગરઃ શહેરમાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને મેઘાવી માહોલ યથાવત છે. સવારના ૧૦ વાગ્યા સુધીમાં ૧ ઈંચ વરસાદ પડતા કલેકટર તંત્ર દ્વારા શાળા-કોલેજોમાં રજા રાખી દેવામાં આવી છે.

   સવારથી શરૂ થયેલ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થતા લોકોમાં ખુશાલી છવાઈ ગઈ છે.

   હવામાન વિભાગ - અમદાવાદ તરફથી મળેલ આગાહી - ચેતવણી અનુસાર, સૌરાષ્ટ્ર રીજીયનમાં તા. ૧૫-૭-૨૦૧૭ના અમુક સ્થળોએ છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ તથા તા. ૧૬ થી ૧૮-૭-૨૦૧૭ના અમુક સ્થળોએ છુટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા છે.

   તા. ૧૪-૭-૨૦૧૭ના ઈ-મેઈલ, બિનતારી સંદેશા, ટેલીફોનીક મેસેજથી આપવામાં આવેલ આગાહી-ચેતવણી અન્વયે પણ સતર્કતા રાખવા અને તકેદારીના તમામ પગલા લેવા અને આ સંલગ્ન કોઈ બનાવ બને તો તેની તાત્કાલીક જાણ જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમને ફોન/ફેકસ -૦૨૮૮-૨૫૫૩૦૪ ઉપર કરવા કલેકટરશ્રી આર.જે. માકડિયાની એક યાદીમાં જણાવાયુ છે.

   ધોરાજી

   ધોરાજીઃ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મેઘમહેર વરસી રહી છે ત્યારે ધોરાજી ખાતે ગત રોજ દિવસ દરમિયાન હળવા વરસાદી ઝાપટા બાદ રાત્રે ધીમી ધારે વરસાદથી છેલ્લા ૨૪ કલાક દરમિયાન અઢી ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. કુલ ૧૩ ઈંચ કરતા વધારે પાણી વરસી ગયુ છે.

   મેઘરાજાની મહેરબાનીથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. જ્યારે શહેરમા ભુગર્ભ ગટર યોજના બાદ શહેરના રોડ રસ્તાની દુર્દશા થવા પામી હતી. આથી ધોરાજીના નગરજનોએ ફરી આ વર્ષે પણ કાદવ, કીચડની સમસ્યાનો સામનો કરવો રહ્યો...

   જો કે તંત્ર દ્વારા શહેરના સ્ટેશન પ્લોટ, મેઈન બજારમાં ડામર રોડનુ કામ પૂર્ણ કરતા અગાઉના વર્ષોમાં જે યાતના નગરજનોએ ઉઠાવી હતી. તે પ્રમાણમાં આંશીક રાહત છે જો કે જે વિસ્તારોમાં રોડ રસ્તા પર ડામર કે મેટલીંગ કામો થયા નથી. તે વિસ્તારોમાં લોકો ફરી કાદવ-કીચડમાં ચાલવા મજબુર થયા છે.

   વેરાવળ-પ્રભાસ પાટણ

   વેરાવળ-પ્રભાસ પાટણ : સોમનાથ વિસ્તારમાં ધીમીધારે રાા ઇંચ વરસાદ વરસેલ છે અને મગફળી સહિતના પાકોને મોટો ફાયદો થયેલ છે રાત્રીના સમયે ૧૦ મી.મી. જેટલો વરસાદ વરસેલો જયારે સવારના ૮ કલાકથી અવિરત ધીમીધારે થોડા પવન સાથે વરસાદ ચાલુ છે અને સાંજ સુધીમાં આ વરસાદ અવિરત ચાલુ છે. આ વરસાદથી આ વિસ્તારની મગફળી સહિતના પાકોને મોટો ફાયદો થયેલ છે.

   સુત્રાપાડામાં રાત્રી અને આજના દિવસ દરમ્યાન ૬/૩૦'' વરસાદ વરસેલ છે જેમાં રાત્રીના સમયે ૪'' પાણી પડેલ અને દિવસના ર/૩૦'' જેટલો વરસાદ વરસેલ. સુત્રાપાડામાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયેલ છે. જેમાં ધનેશ્વર મંદિરની બાજુમાં આવેલ તળાવ પણ પાણીથી ભરાયેલ છે.

   ટંકારા

   ટંકારામાં આજ સવારથી મેઘરાજાએ વિરામ લીધેલ છે. થોડો સમય ઉઘાડ, તડકો નીકળેલ છે. વરસાદ બંધ થતા તંત્ર તથા લોકોએ રાહત અનુભવેલ છે.(૨-૫)

   આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

   

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           
   

   કચ્છ

   

   અબડાસા

   

   ૫૭  મી.મી.

   

   ભૂજ

   

      મી.મી.

   

   લખપત

   

   ૨૧   મી.મી.

   

   માંડવી

   

   ૧૦૮   મી.મી.

   

   મુંદ્રા

   

   ૧૪    મી.મી.

   

   નખત્રાણા

   

      મી.મી.

   

   મોરબી

   

   માળીયામિંયાણા

   

     મી.મી.

   

   મોરબી

   

   ૩૨   મી.મી.

   

   ટંકારા

   

   ૧૪   મી.મી.

   

   જૂનાગઢ

   

   ભેંસાણ

   

   ૧૧  મી.મી.

   

   જૂનાગઢ

   

   ૧૨    મી.મી.

   

   માળીયાહાટીના

   

   ૧૨   મી.મી.

   

   માણાવદર

   

      મી.મી.

   

   મેંદરડા

   

   ૧૪   મી.મી.

   

   વંથલી

   

      મી.મી.

   

   વિસાવદર

   

   ૩૦   મી.મી.

   

   અમરેલી

   

   બાબરા

   

   ૧ મી.મી.

   

   બગસરા

   

      ''

   

   ધારી

   

   ૧૦  ''

   

   જાફરાબાદ

   

     ''

   

   ખાંભા

   

   ૧૧  ''

   

   રાજુલા

   

   ૩૦  ''

   

   સાવકુંડલા

   

   ૧૩  ''

   

   દેવભૂમી દ્વારકા

   

   ભાણવડ

   

   ૧૮  મી.મી.

   

   દ્વારકા

   

   ૨૭  ''

   

   ખંભાળીયા

   

   ૧૨  ''

   

   રાજકોટ

   

   ધોરાજી

   

      મી.મી.

   

   ગોંડલ

   

      ''

   

   જસદણ

   

      ''

   

   જેતપુર

   

     ''

   

   કોટડાસાંગાણી

   

   ૨૪  ''

   

   રાજકોટ

   

     ''

   

   પડધરી

   

     ''

   

   ભાવનગર

   

   ગારીયાધાર

   

   ૮ મી.મી.

   

   ઘોઘા

   

      ''

   

   મહુવા

   

     ''

   

   પાલીતાણા

   

   ૨૦  ''

   

   તળાજા

   

     ''

   

   ઉમરાળા

   

      ''

   

   જેશર

   

     ''

   

   વલ્લભીપુર

   

   ૧૨  ''

   

   સુરેન્દ્રનગર

   

   પાટડી

   

     મી.મી.

   

   ધ્રાંગધ્રા

   

      ''

   

   લખતર

   

   ૧૭  ''

   

   લીંબડી

   

     ''

   

   સાયલા

   

     ''

   

   વઢવાણ

   

     ''

   

   પોરબંદર

   

   પોરબંદર

   

   ૧૬ મી.મી.

   

   રાણાવાવ

   

      ''

   

   ગીર સોમનાથ

   

   વેરાવળ

   

   ૪ મી.મી.

   

   તાલાલા

   

      ''

   

   સુત્રાપાડા

   

   ૧૨  ''

   

   કોડીનાર

   

   ૧૦  ''

   

   ઉના

   

      ''

   

   ગીરગઢડા

   

      ''

   

   બોટાદ

   

   બોટાદ

   

     મી.મી.

   

   ગઢડા

   

     ''

   

   બરવાળા

   

      ''

   

   રાણપુર

   

      ''

   

   જામનગર

   

   જામજોધપુર

   

     મી.મી.

   

   જામનગર

   

   ૨૨ મી.મી.

   

   લાલપુર

   

   ૫ મી.મી.

   

   જોડીયા

   

   ૪૫ મી.મી.

   

   

    

 (10:59 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS