Samachar Rajkot

News of Monday, 17th July, 2017

રાજકોટ પંથકમાં જોરદાર વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક :ન્યારી-2ડેમ ,લાલપરી-રાંદરડા તળાવ ઓવરફ્લો

   રાજકોટ :રાજકોટ પંથકમાં છેલ્લા 2 કલાકથી વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઇ છે શહેરના આધાર સ્થંભ સમા આજી-1ની જળસપાટી 17,50 ફૂટે પહોંચી છે જયારે  ન્યારી-1ની સપાટીએ 9,75 ફૂટે પહોંચી છે તેમ જ જામનગર રોડ પર હનુમાન ધારા પાસે આવેલ ન્યારી-2 ડેમ અને શહેરની ભાગોળે જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલા લાલપરી-રાંદરડા તળાવ સહિતના ત્રણ જળાશયો છલકાઈ ગયા છે. રાજકોટમાં ત્રણ દિવસમાં પડેલા ભારે વરસાદને પગલે ન્યારી-1 ડેમની સપાટી 9.45 ફૂટ થઈ ગઈ છે. આ પહેલાં ન્યારી-1 ડેમની જળસપાટી શૂન્ય હતી.

 (08:13 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS