Samachar Rajkot

News of Monday, 17th July, 2017

રાજકોટમાં બપોર બાદ વધુ બે ઇંચ વરસાદ :કુલ વરસાદ 36 ઇંચ

ગોંડલ,વીરપુર જેતપુર દેરડી કુંભાજી સહિતના ગામોમાં પણ મેહુલિયો મંડાયો

   
રાજકોટ :શહેરમાં છેલ્લાં 72 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.ગઇકાલે હળવો વિરામ લીધાં બાદ આજે સોમવારે સવારથી જ સમયાંતરે વરસાદ વરસી રહયો છે અને બપોર બાદ સાંજે 4 વાગ્યા પછી બે ઈંચ વરસાદ પડ્યો હતો.રાજકોટ શહેરનો મોસમનો કુલ વરસાદ 36 ઈંચ થયો છે.

     આજે બપોર બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાયુ વરસાદી વાતાવરણ રહ્યું હતુ ગોંડલ, વીરપુર, જેતપુર, દેરડી-કુંભાજી, વીંઝીવાદ, સુલતાનપુર સહિતના આજુબાજુના ગામોમાં વરસાદના અહેવાલ મળે છે
 

   

       હવામાન વિભાગના કહેવા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં વરસાદી સીસ્ટમ સક્રિય થઈ છે. જેને પગલે 21, 22 અને 23 જુલાઈએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.

   
 (07:16 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS