Samachar Rajkot

News of Monday, 17th July, 2017

રેલ આહારને ૨૧ હજાર, ફૂડ પ્લાઝાને ૧૧ હજાર અને પે એન્ડ યુઝ ટોયલેટના કોન્ટ્રાકટરને ૧૧ હજારનો દંડ

પેસેન્જર એમેનીટીઝ કમીટીના સભ્યો રાજકોટમાં : રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યુ

રેલ આહારને ૨૧ હજાર, ફૂડ પ્લાઝાને ૧૧ હજાર અને પે એન્ડ યુઝ ટોયલેટના કોન્ટ્રાકટરને ૧૧ હજારનો દંડ

   રાજકોટ : આજે સેન્ટ્રલ રેલ્વે બોર્ડ દ્વારા રચાયેલી રેલ્વે પેસેન્જર એમીનીટીઝ કમીટીના શ્રી નાગેશનામ જોષી તથા શ્રી મહમ્મદ ઈરફાન અહેમદ રાજકોટ મુલાકાતે આવેલ. રાજકોટ રેલ્વે સ્ટેશને આજે બપોરે ૧૨:૩૦ વાગ્યે તેમણે સુપરવિઝન કર્યુ હતું. મુસાફરો માટેના પ્રતિક્ષા કક્ષ, ટોયલેટ, બાથરૂમ, કેન્ટીન સહિતની ઉપલબ્ધ સેવાઓ ચકાસી હતી. આ ઉપરાંત મુસાફરોને મળવી જોઈતી સુવિધાઓ પૈકી કેટલી સુવિધાઓ રેલ્વે વિભાગ દ્વારા ઉપલબ્ધ બનાવાય નથી તે વિશે નોંધ કરી ડિવીઝનલ રેલ્વે મેનેજર શ્રી પી. બી. મીનાવે અને અધિકારીઓ સાથે ચર્ચા - વિચારણા કરી હતી. તસ્વીરમાં કમીટીના સભ્યો પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ વોટર કુલરમાંથી પાણી પીતા નજરે પડે છે.  દરમિયાન કમીટીના સભ્યોએ રેલ્વે પ્લેટફોર્મ ઉપર આવેલ રેલ આહાર રેસ્ટોરન્ટને ગેસના સિલિન્ડર મુદ્દે ૨૧ હજારનો દંડ ફટકાર્યાનું જાણવા મળે છે. આ ઉપરાંત ફૂડ પ્લાઝા ઉપર ફરસાણ બનાવતા કારીગરોએ હાથ મોજા પહેર્યા ન હોવાથી ફૂડ પ્લાના સંચાલકને ૧૧ હજારનો દંડ અને પે એન્ડ યુઝ ટોયલેટમાં ગંદકી જોવા મળતા તેના કોન્ટ્રાકટરને ૧૧ હજારનો દંડ કર્યાનું જાણવા મળે છે. રાજકોટ ડિવીઝનલ રેલ્વે યુઝર્સ કમીટીના સભ્ય દિનેશભાઈ કારીયા તથા આસીફ સલોત નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

 (04:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS