Samachar Rajkot

News of Monday, 17th July, 2017

મવડી વિસ્તારમાં ભુગર્ભ ગટરો ચોકઅપઃ ઘરોમાં ગંદાપાણી ઘુસ્યાઃ કોર્પોરેટરો-અધિકારીઓ દોડયા

મવડી વિસ્તારમાં ભુગર્ભ ગટરો ચોકઅપઃ ઘરોમાં ગંદાપાણી ઘુસ્યાઃ કોર્પોરેટરો-અધિકારીઓ દોડયા

      રાજકોટઃ રાજકોટમાં શુક્રવારથી શનીવાર સુધીમાં ૧૭ ઇંચ વરસાદ વરસતા સમગ્ર શહેર જળબંબાકાર થઇ જવા પામ્યું હતું. ત્યારે શહેરના વોર્ડ નં. ૧રમાં મવડી આવેલ અંકુર સોસાયટી, વિનાયકનગર, શ્રીનાથજી સોસાયટી સહીતના વિસ્તારોમાં ભુગર્ભ ગટર ચોકઅપ થઇ જવાના કારણે ઘરોમાં ગંદા પાણી ઘરોમાં ઘુસી જવા પામ્યા હતા. લોકો હેરાન-પરેશાન થઇ ગયા હતા. આ સમસ્યા અંગે વિસ્તારવાસીઓએ વિજય વાંક, સંજય અજુડીયા સહીતના કોર્પોરેટરોને જાણ કરતા સ્થળ પર દોડી આવ્યા હતા. આ સમસ્યાનો ઉકેલ લાવવા સબંધીત વિભાગના અધિકારીને જાણ કરવામાં આવતા સીટી ઇજનેર ચીરાગ પંડયા સ્થળ પર આવી પહોંચ્યા હતા. આ સમસ્યાનો તાત્કાલીક ઉકેલ લાવવા સુચના આપી હતી. ઉપરોકત તસ્વીરમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. શ્રીનાથજી સોસાયટી સહીતના વિસ્તારમાં પાણી-પાણી, કોર્પોરેટરો-અધિકારીઓ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

 (04:21 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS