Samachar Rajkot

News of Monday, 17th July, 2017

એસ.ટી.કેટેગરી આર્થિક પછાત છાત્રોની સ્કોલરશીપ પ્રશ્ને કોંગ્રેસ આંદોલન કરશે

એન્ટીકરપ્શન બ્યુરો, મુખ્યમંત્રીને રજુઆત કરાશે : ડો નિદત બારોટ

એસ.ટી.કેટેગરી આર્થિક પછાત છાત્રોની સ્કોલરશીપ પ્રશ્ને કોંગ્રેસ આંદોલન કરશે

   રાજકોટ તા. ૧૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના એસ.ટી. કેટેગરીના આર્થિક, પછાત વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા ચુકવવામાં આવતી પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિની પૂરેપૂરી રકમ વિદ્યાર્થીઓના અભ્યાસનું એક વર્ષ પુરૂ થવાના ત્રણ ત્રણ મહિના થવા આવ્યા છતા વિદ્યાર્થીઓને તેમના હક્કની શિષ્યવૃત્તિની પૂરેપૂરી રકમ મળી નથી. રાજકોટ સ્થિત તકેદારી અધિકારી (આદીજાતિ વિકાસ)ના અંતર્ગત આવતી આ પ્રક્રિયામાં કચેરીના સ્ટાફ દ્વારા બેદરકારી ભર્યુ કામ કરવાના પરિણામે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ અંગે જો દિવસ-પમાં તમામ વિદ્યાર્થીઓની બાકી રહેતી શિષ્યવૃતિની રકમ ચુકવણી નહિ કરવામાં આવે તો તેની સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેમજ જવાબદારો સામે આદિજાતી કમિશ્નર તથા મંત્રીને ફરીયાદ કરી જરૂર જણાયે તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આચરવામાં આવ્યો છે .કે કેમ તેની તપાસ અર્થે રાજયના એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટમાં પણ કરવામાં આવશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. નિદત બારોટ દ્વારા જણાવાયું છે.

   આ અંગેની વધુ વિગત આપતા ડો. બારોટે જણાવ્યું છે કે એસ.ટી. કેટેગરીના આર્થિક પછાત વિદ્યાર્થીઓને ેરાજય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના હેઠળ શિક્ષણ નિભાવણી ખર્ચ પેટે શિષ્યવૃતિ છેલ્લા દસ વર્ષથી નિયમિત રીતે બે તબકકામાં ચુકવવામાં આવહી હતી અને ચુકવાયેલ શિષ્યવૃતિની રકમની જાણ કોલેજોને પણ કરવામાં આવતી હતી. દર વર્ષે વિદ્યાર્થીઓને ડિસેમ્બર અને માર્ચ એમ બે તબકકે તમામ રકમ ચુકવવામાં આવતી હતી. પરંતુ ગત શૈક્ષણીક વર્ષ ર૦૧૬-૧૭ ના કેટલાય કોર્ષના વિદ્યાર્થીઓને શિષ્યવૃૃતિની રકમ હજુ સધુી પુરેપુરી મળી નથી.

   સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી.એડ.એમ.એડ. સહિતના મોટાભાગના પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજનાના એસ.ટી.કેટેગરીના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ તેમનું અભ્યાસનું એક વર્ષ પૂર્ણ થયાને ત્રણ ત્રણ માસ થવા-છતાં હજુ સુધી પુરી શિષ્યવૃતિ મળી નથી. આ અંગે કોલેજો અને વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટની તકેદારી અધિકારી (આદિજાતી વિકાસ)ની કચેરીમાં ટેલીફોનીક તથા રૂબરૂમાં તપાસ કરતા ત્યાંના કર્મચારીઓ દ્વારા વ્યવસ્થિત જવાબ આપવામાં આવતા નથી.

   આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન ચલાવશે અને વિદ્યાર્થીઓની તુરંત શિષ્યવૃતિની રકમની ચુકવણી કરવામાં નહિ આવે તો આ અંગે ગુજરાત સરકારના શેડયુઅલ ટ્રાઇબ વિભાગના મંત્રીને રજુઆત કરવામાં આવશે. તેમજ શિષ્યવૃત્તિની ચુકવણીમાં વિભાગ દ્વારા જો ખરેખર ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હશે તો તેની વિગતો મેળવી એન્ટીકરપ્શન વિભાગને પણ જાણ કરી જવાબદાર અધિકારીઓ તથાકર્મચારીઓ સામે ધોરણસરના પગલા હાથ ધરવામાંં આવશે. તેમ વધુમાં જણાવાયું છે.

 (04:20 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS