Samachar Rajkot

News of Monday, 17th July, 2017

ભારે વરસાદની સ્થિતીમાં

મેયરે વિદેશયાત્રા મોકુફ રાખીને શહેરીજનો સાથે રહેવાનું નક્કી કર્યું

યુનાઇટેડ નેશનન્સ દ્વારા તા.૧૯ થી ૨૧ જુલાઇ દરમ્યાન તાજુંગપીનાંગ ઇન્ડોનેશિયા ખાતે વર્કશોપ યોજાનાર છે

      રાજકોટ તા.૧૭ : યુનાઇટેડ નેશનન્સ દ્વારા તા.૧૯ થી ૨૧ જુલાઇ સુધી તાજુંગપીનાંગ ઇન્ડોનેશીયા ખાતે યોજાનાર વર્કશોપમાં રાજકોટના મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાયને ભાગ લેવા નિમંત્રણ આપ્યું છે. પરંતુ ભારે વરસાદની સ્થિતીમાં ડો.જૈમનભાઇ આ વર્કશોપમાં જવાનું મોકુફ રાખવાનું જણાવ્યું હતું.

      આ અંગે જૈમનભાઇએ જણાવ્યું હતું કે યુનાઈટેડ નેશન્સ દ્વારા તા.૧૯-૨૧ જુલાઈ ૨૦૧૭ દરમ્યાન તાજુંગપીનાંગ ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર ઇન્ટીગ્રેટેડ રિસોર્સ મેનેજમેન્ટ ઇન એશિયન સીટીઝ-ધ અર્બન નેકસસ વિષય પર ૭મો પ્રાદેશિક વર્કશોપ યોજાનાર છે. જેનું નિમંત્રણ મેયરશ્રીને મળેલ આ વર્કશોપમાં ભાગ લેવામાટે રાજકોટથી તાજુંગપીનાંગ (ઇન્ડોનેશિયા) જવા આવવાનો તમામ ખર્ચ યુનાઇટેડ નેશન્સ દ્વારા કરવામાં આવનાર હતો. આ વર્કશોપમાં ભાગલેવા જવાના હતા અને સંસ્થા દ્વારા વિઝા, જવા આવવાની ટીકીટ વિગેરે કાર્યવાહી થઇ ગયેલ હતી.

      હાલમાં બે દિવસ પહેલા શહેરમાં ૧૮ ઈંચ જેટલો વરસાદ પડેલ છે, અને હજુ હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહી છે. જે ધ્યાનમાં લઇ મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ શ્હેરના હિતમાં અને ફરજના ભાગરૂપે શહેર ન છોડવાનો નીર્ણય લઈ ઉકત ઇન્ડોનેશિયાના ખાતે યોજાનાર વર્કશોપમાં ભાગલેવા જવાનું કેન્સલ કરેલ છે.

      વધુમાં શ્રી મેયરે જણાવ્યું હતું કે અગાઉ પણ તા.૨૬ અને ૨૭ જુન ૨૦૧૭ના રોજ બેલ્ઝીયમ દેશની રાજધાની બ્રસેલ્સ ખાતે ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર ફોર એનર્જી ફોર કલાયમેટ ચેંજ બોર્ડ ઓફ મેમ્બર્સની પ્રથમ મીટીંગ યોજાયેલ અને આ બોર્ડ મીટીંગમાં મેયરશ્રી ભાગલેવા જવાના હતા પરંતુ ગત તા.૨૯ જુન ૨૦૧૭ના રોજ આજીડેમ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે નર્મદા નીરના વધામણા કરવાનો કાર્યક્રમ યોજાયેલ આ કાર્યક્રમની અગત્યતા તેમજ તૈયારીના ભાગરૂપે ઉકત બોર્ડ મીટીંગમાં વિદેશ જવાનું કેન્સલ કરેલ. તા.૨૬ અને ૨૭ જુન ૨૦૧૭ના રોજ બ્રસેલ્સ ખાતેનિ બોર્ડ મીટીંગમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજકોટ શહેરની વિગત સાથે રજુ કરેલ.

      આમ મેયર તરીકેની જવાબદારીને અગ્રતા આપી બન્ને વિદેશ પ્રવાસમાં ભાગલેવા જવાનું કેન્સલ કરેલ.

 (04:20 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS