Samachar Rajkot

News of Monday, 17th July, 2017

પીપળીયાના 'ડબલ મર્ડર' કેસમાં આરોપી પિતા-પુત્રને કસુરવાર ઠરાવતી કોર્ટ

આઠ વર્ષ પહેલા બનેલ ઘટનામાં પોસ્ટમેન કમલેશ વ્યાસની છરીના રર ઘા મારી અને ખેડુત હિરાભાઇની છરીના સાત ઘા મારી હત્યા થયેલઃ જેતપુર સેશન્સ કોર્ટ દ્વારા તમામ કલમો હેઠળ આરોપીઓને દોષિત ઠરાવ્યાઃ સ્પે. પી. પી. દિપકભાઇ ત્રિવેદી દ્વારા ફાંસીની માંગણી કરાઇઃ બપોર બાદ સજા અંગે આખરી ચુકાદો અપાશે

પીપળીયાના 'ડબલ મર્ડર' કેસમાં આરોપી પિતા-પુત્રને કસુરવાર ઠરાવતી કોર્ટ

      રાજકોટ તા. ૧૭ :.. જેતલસર તાલુકાના પીપળીયા ગામે થયેલ ડબલ મર્ડરની ચકચારી ઘટના અંગેનો કેસ ચાલી જતાં આજે જેતપુરના એડી. સેશન્સ જજ શ્રી ઠક્કરે આરોપી પિતા - પુત્રને તકસીરવાન ઠરાવીને સજા અંગેનો ચૂકાદો બપોરના ૪ વાગ્યે મુલત્વી રાખ્યો હતો.

      દરમ્યાન આ કેસ સાબીત થતાં આરોપીઓની સજા અંગે દલીલો દ્વારા સ્પે. પી. પી. દિપકભાઇ ત્રિવેદી દ્વારા આ કેસ 'રેર ઓફ ધી રેર' એટલે કે, અમદાવાદમાં અપવાદરૂપ હોય બંને આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગણી કરી છે.

      આ અંગેની વિગત એવી છે કે, જેતલસરના પીપળીયા ગામે તારીખ ૪-પ-૦૯ ના રોજ પોસ્ટમેન કમલેશ મનહરલાલ વ્યાસની રર છરીનાઆ મારીને હત્યા થયેલ. ત્યારબાદ તુરંત જ ગામના પાદરે પીપળાના ઝાડ નીચે બેઠેલા ખેડૂત હીરાભાઇ ભનુભાઇ ચાવડાની છરીના સાત ઘા મારીને  હત્યા થયેલ હતી.

      આ બનાવ અંગે પોલીસે આરોપી  તરીકે પીપળીયા ગામે રહેતા ખેડૂત છગનભાઇ ગોકળભાઇ  ડાભી અને તેના પુત્ર લાલજી ઉર્ફે લાલો છગન ડાભીની ધરપકડ કરીને પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.

      બનાવની વિગત મુજબ મરનાર કમલેશની હત્યા પાછળ એવી હકિકત બહાર આવેલ કે, મરનાર આરોપીના પુત્રની પજવણી કરી હોય તેવી શંકાના આધારે છરીના રર જેટલા ઘા મારીને હત્યા કરી હતી.

      જયારે મરનાર હિરાભાઇ ચાવડા અને આરોપીનું ખેતર બાજુ બાજુમાં આવેલ હોય. ખેતરમાં ઘઉં સળગાવેલા જે આગ આરોપીના ખેતરમાં જતાં ઢોર માંડ માંડ બચી જવા પામતાં તે અંગે ઠપકો આપતાં આરોપીનું છરીના સાત ઘા મારીને હીરાભાઇની હત્યા કરી હતી.

      આ કેસ ચાલતાં ફરીયાદ પક્ષે સ્પે. પી. પી.  દિપકભાઇ  ત્રિવેદીએ ર૪ જેટલાં સાહેદોને તપાસ્યા હતાં. સ્પે. પી. પી. શ્રી ત્રિવેદીએ રજૂઆત કરેલ કે, બનાવ સ્થળે ફરીયાદી દિપકભાઇ     ચાવડાની  હાજરી પુરવાર થાય છે.  તેથી પોલીસે તેની ફરીયાદના આધારે કેસ દાખલ કરેલ છે. તેમજ મરનાર હિરાભાઇના ભાઇ રણછોડભાઇ નજરે જોનાર સાહેદ છે. સાહેદોએ આપેલ પુરાવો મેડીકલ એવીડન્સને પણ સમર્થન આપે છે. આમ આરોપીઓ વિરૂધ્ધ નિશંકપણે ફરીયાદ પક્ષ કેસ સાબીત કરી શકેલ છે.

      આ બનાવ અંગે પોલીસે આઇ. પી. સી. ૩૦ર, ૩૪, ૪પ૦, પ૦૪, ૩પ૩, ૧૮૬ હેઠળ ગુનો દાખલ કરેલ હતો. આજે કોર્ટે ગુનો સાબીત માનતાં ઉપરોકત તમામ કલમો હેઠળ આરોપીઓને કોર્ટે દોષિત માનેલ છે.

      આરોપીઓને અદાલતે કસુરવાર ઠરાવતાં સ્પે. પી. પી. દિપકભાઇ ત્રિવેદીએ આરોપીઓને ફાંસીની સજા થઇ શકે તેવો રેર કેસ હોય આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગણી કરી છે.

      જેતપુરના એડી. સેસ. જજ શ્રી ઠક્કરે બંને આરોપીઓને  કેટલી સજા કરવી. તે અંગેનો ચુકાદો બપોરબાદ મુલત્વી રાખેલ હતો. આ કામમાં સરકાર પક્ષે રાજકોટના એડવોકેટ દિપકભાઇ ત્રિવેદીની સ્પે. પી. પી. તરીકે ગુજરાત સરકારે નિમણુંક કરી હોય. તેઓએ આ કેસ ચલાવેલ હતો.

 (04:18 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS