Samachar Rajkot

News of Monday, 17th July, 2017

સિસ્ટમ્સના રાઉન્ડમાં બાકી રહેલા વિસ્તારોમાં પણ આજે મેઘરાજા વરસી ગયા : માહોલ હજુ સારો પણ માત્રા અને વિસ્તાર ઘટશે

અપરએર સાયકલોનીક સરકયુલેશન સૌરાષ્ટ્રની પશ્ચિમે અને લાગુ કચ્છ-સૌરાષ્ટ્ર ઉપર છે : અશોકભાઇ પટેલ : ૨૧મી સુધીમાં ઝાપટા-હળવો-મધ્યમ તો કોઇ-કોઇ દિવસે અમુક સ્થળોએ ભારે વરસાદ પણ પડી જાય

સિસ્ટમ્સના રાઉન્ડમાં બાકી રહેલા વિસ્તારોમાં પણ આજે મેઘરાજા વરસી ગયા :  માહોલ હજુ સારો પણ માત્રા અને વિસ્તાર ઘટશે

   રાજકોટ, તા. ૧૭ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલએ અગાઉ આપેલી આગાહી મુજબ સિસ્ટમ્સના રાઉન્ડમાં બાકી રહી ગયેલ વરસાદ પણ આજે જે વિસ્તારોમાં વરસાદ પડયો ન હતો તે વિસ્તારોમાં પણ વરસી ગયો. આગામી ૨૧ મી સુધી ઝાપટા, હળવો, મધ્યમ તો કોઇ-કોઇ દિવસે અમુક સ્થળોએ ભારે વરસાદ પણ પડી જાય.

   ઉ્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં એક લોપ્રેસર હતું તે આજે વેલમાર્ક લોપ્રેસરમાં પરીવર્તીત થયું છે. જે મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓરીસ્સાના દરિયાકિનારા નજીક છે. હજુ મજબૂત થઇ શકે છે. જેના અનુસંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૭.૬ કિ. મી. ની ઉચાઇએ છે.

   મોનસૂન ટ્રફ રાજસ્થાનથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી (વાયા નોર્થ એમ. પી. છતિસગઢ અને વેલમાર્ક સુધી) દોઢ કિ. મી. ની ઉંચાઇસુધી લંબાય છે.

   ઓફસોરટ્રફ દક્ષિણ ગુજરાતથી નોથૅ કેરાલા સુધી લંબાય છે. જે સિસ્ટમ્સ પૂરી થઇ તેનો અપરએર સાયકલોનીક સરયકુલેશન) યુએસી કચ્છ, લાગુ રાજસ્થાન, લાગુ સિંધ ઉપર છે. જે ૧.૫ કિ. મી. ની ઉંચાઇએ છે. તેનો ટ્રફ સૌરાષ્ટ્ર સુધી લંબાય છે.

   ૩.૧ કિ. મી. ના લેવલનું યુએસસી હાલ સૌરાષ્ટ્શની પશ્ચિમે અને લાગુ કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર છે.

   તેનો ટ્રફ નવુ વેલર્મા લોપ્રેસર છે ત્યાં સુધી લંબાય છે. (ટૂંકમાં સૌરાષ્ટ્રની પશ્ચિમે અરબીસમુદ્રમાંથી બંગાળની ખાડીવાળા વેલમાર્ક લોપ્રેસરથી સામસામા પવનો જાય છે)

   તા. ૧૭ સુધીની આગાહી આપેલી. તે અનુસંધાને ગઇકાલ સુધી ભાવનગર, અમરેલી, જુનાગઢ અને બોટાદ જિલ્લામાં, દક્ષિણ રાજકોટ વરસાદનું પ્રમાણ ઘણું ઓછું રહી ગયું હતું. આજે તે વિસ્તારોને પણ લાભ મળી ગયાના સમાચાર છે.

   બંગાળની ખાડીની સિસ્ટમ્સની અપડેટ બે દિવસ પછી અપાશે.

   ૨૧ મી સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આવતીકાલથી વિસ્તાર ઘટશે અને વરસાદમાં ઝાપટા હળવો મધ્યમ વરસાદ કોઇ કોઇ દિવસે અમુક સ્થળોએ ભારે વરસાદ પડશે. વિસ્તાર અને માત્રા ઓછો થશે છતાં માહોલ સારો છે.

 (04:13 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS