Samachar Rajkot

News of Monday, 17th July, 2017

વરસતા વરસાદે સોલીડ વેસ્ટ તંત્ર સતત કામ કરતુ રહ્યુઃ ભૂગર્ભની ૧૦૨ કુંડીઓ સાફ કરાઇ

આરોગ્ય - સફાઇ સહિતનાં કર્મચારીઓ - અધિકારીઓની રજા કેન્સલઃ આરોગ્ય કેન્દ્રો ખુલ્લા રખાયાઃ મોબાઇલ ડિસપેન્સરીઓ કાર્યરતઃ ૮૧ ટન વધારાના કચરાનો નિકાલઃ કમિશ્નર બંછાનિધી પાનીનું સતત માર્ગદર્શન

વરસતા વરસાદે સોલીડ વેસ્ટ તંત્ર સતત કામ કરતુ રહ્યુઃ ભૂગર્ભની ૧૦૨ કુંડીઓ સાફ કરાઇ

      રાજકોટ તા. ૧૭ : તાજેતરમાં જ રાજકોટ શહેરમાં ૧૭ થી ૧૮ ઈંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો. આ વરસાદી સીઝનમાં જાહેર સ્વચ્છતા અને જાહે સ્વાસ્થ્યની બાબત ઉપર પણ રાજકોટ મહાનગરપાલિકાએ સવિશેષ ભાર મુકયો હતો અને આરોગ્ય શાખા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી પર મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ સતત દેખરેખ રાખી હતી.

      જેમાં આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવેલ હતી. તેમજ ફરજીયાત તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીને હેડ કવાટર ન છોડવા ખાસ આદેશ કરવામાં આવેલ. ઉપરાંત આરોગ્ય શાખા હસ્તકના તમામ ૨૧ અર્બન હેલ્થ સેન્ટરો ચાલું રાખવામાં આવેલ હતા. આરોગ્ય શાખા હસ્તકની ૨-મોબાઈલ ડીસ્પેન્સરી પણ જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં ચાલું રાખવામાં આવેલ હતી. ઉપરાંત આરોગ્ય અધિકારી તેમજ નાયબ આરોગ્ય અધિકારી દ્વારા નાયબ કમિશનરશ્રી (આરોગ્ય), ઈસ્ટ ઝોન સાથે સતત સંકલનમાં રહી કામગીરી કરવામાં આવેલ હતી.

      આરોગ્ય શાખા દ્વારા બનાવવામાં આવેલ રેપીડ રીસ્પોન્સ ટીમ (આરોગ્ય અધિકારી, નાયબ આરોગ્ય અધિકારી, મેડીકલ ઓફીસર, સેનેટરી ઈન્સ્પેકટર, મેલેરીયા ઈન્સ્પેકટર, ફૂડ ઈન્સ્પેકટર, પેરા મેડીકલ સ્ટાફ) દ્વારા સતત ફીલ્ડ મોનીટરીંગ તથા ફીલ્ડ વિઝીટ સતત ચાલું રાખવામાં આવેલ. તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પાણીજન્ય તથા વેકટર બોર્ન ડીસીઝ રોગચાળાની અટકાયત માટે તમામ જરૂરી દવાઓનો જથ્થો તથા જરૂરી સાધન સામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં આવેલ.

      જ્યારે મેલેરીયા વિભાગ દ્વારા ઝોન કક્ષાએ બનાવવામાં આવેલ જુદી જુદી ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ. તેમજ પૂરતા પ્રમાણમાં ફોગીંગ મશીન તેમજ જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવામાં આવેલ હતી.   આ તમામ કામગીરી આગામી અઠવાડિયા સુધી સઘન રીતે ચાલું રાખવામાં આવશે.

      તેવી જ રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરની જાહેર સ્વચ્છતા બાબતે થયેલી કામગીરી ઈસ્ટ ઝોનમાં કુલ ૬૪ જેટલા ન્યુસન્સ પોઈન્ટસ તથા ૧૦૨ ગટર ચેમ્બર સાફ કરવામાં આવેલ અને ૮૧ ટન જેટલો એકસ્ટ્રા કચરો ઉપાડવામાં આવ્યો હતો.

      સેન્ટ્રલ ઝોનમાં કુલ ૫૮ જેટલા ન્યુસન્સ પોઈન્ટસ તથા ૯૫ સ્ક્રીન ચેમ્બર સાફ કરવામાં આવેલ અને પોપટપરા નાલામાંથી કચરો સાફ કરવામાં આવેલ.

      ૪II કિલો પ્લાસ્ટીક જપ્ત

      જ્યારે વેસ્ટ ઝોનમાં એન્ટી પ્લાસ્ટિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ ૨૬ આસામીઓ પાસેથી ૪.૫ કિ.ગ્રા. પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવેલ હતો. દરમ્યાન પ્રતિબંધિત પ્લાસ્ટીકના વપરાશ બદલ રૂ. ૫,૩૬૭નો વહીવટી ચાર્જ પણ વસૂલ કરાયો હતો અને વેસ્ટ ઝોનમાં ૪૨ ન્યુસન્સ પોઈન્ટસ, ૪૮૨ સ્ક્રીન ચેમ્બર અને ૩૪ ટન કચરાનો નિકાલ કરાયો હતો. તેમ મ્યુ. કમિશ્નરશ્રીની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

 (04:02 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS