Samachar Rajkot

News of Monday, 17th July, 2017

વિદ્યાનગરમાં ઝાડ પડતા... જીઇબીના ૪ થાંભલા જમીનદોસ્તઃ ગાડીનો બુકડો

વિદ્યાનગરમાં ઝાડ પડતા... જીઇબીના ૪ થાંભલા જમીનદોસ્તઃ ગાડીનો બુકડો

      રાજકોટઃ આજે સવારે ૮II વાગ્યાની આસપાસ વરસાદ ધીમીધારે ચાલુ હતો ત્યારે જ વિદ્યાનગર મેઇન રોડ શેરીનંબર ૧/૪ ના ખુણા પાસે કડાકાભેર એક વૃક્ષ તુટી પડતા... વિજતંત્રને દોડધામ થઇ પડી હતી. કારણ કે વૃક્ષ ધડાકાભેર તુટી બાજુના એલટી લાઇનના થાંભલા ઉપર પડયું હતું અને તે થાંભલો ધડામ કરતો બાજુમાં પાર્ક કરાયેલ એક નવી નકોર ગાડી ઉપર પડતા ગાડીનો આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો, એક થાંભલો પડતા, તેની સાથે એલટી લાઇનથી જોડાયેલા અન્ય ૪ થાંભલા પણ ધડાધડ તૂડી પડતા આ વિસ્તારની લગભગ ડઝન જેટલી શેરીઓમાં અને પ૮૦ થી ૧ હજાર જેટલા મકાનોમાં લાઇટો ગૂલ થઇગઇ હતી, વીજ તંત્રને ૪ થી પ લાખનું નુકશાન થયું છે, લાઇનો તૂટી પડતા તુર્ત જ વીજ પ્રવાહ બંધ કરી દેવાયો હતો, એડી. ચીફ ઇજનેર શ્રી કોઠારીએ ''અકિલા'' ને જણાવ્યું હતું કે જાણ થતા તૂર્ત જ ટીમો મોકલી દેવાઇ છે, કામ ચાલુ છે, સાંજ સુધીમાં લાઇટો પૂર્વવત થઇ જશે, કોઇના ઘરમાં કે બહાર શોટ સરકીટથી કોઇ જાનહાની કે નુકશાન નથી.

 (04:02 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS