Samachar Rajkot

News of Monday, 17th July, 2017

...હે મેઘરાજા હવે તો થોડાક દિ' વિરામ લેજો, ગ્રામજનો દ્વારા મનોમન થતી પ્રાર્થનાઓ

જો ઉપરાઉપરી વધારે વરસાદ વરસી જાય તો ખાનાખરાબીની ભીતી

   રાજકોટઃ ધ્રોલના જાયવા ગામે મોસમ દરમિયાન અંદાજે ર થી ૩ વખત સાંબેલાધારે વરસાદ વરસી જતા અત્યાર સુધીમાં અંદાજે ૪૦ થી ૪પ ઇંચ જેટલું પાણી વરસી ગયાની ધારણા વ્યકત થઇ રહી છે. ત્રણથી ચાર દિવસ પહેલા વરસેલા ધોધમાર બાદ આજે સવારે પણ સાંબેલાધારે ૬ ઇંચ જેટલું પાણી વરસી જતા જયાં નજર નાંખો ત્યાં પાણી જ નજરે પડે છે... વધારે પડતું પાણી અતિવૃષ્ટિ સર્જે તે પહેલા હવે થોડાક દિવસો મેેઘરાજા વિરામ ખાય તો સારૂ... તેવી  સૌ ગ્રામજનો મનોમન વિનવણી કરી રહયા છે.

   જો કે મેઘરાજા પણ જાણે જાયવા ઉપર ઓળઘોળ હોય તેમ એક પછી એક રાઉન્ડમાં ધોધમાર વરસી જતા સૌ લોકોમાં મેઘાગમનને પગલે ખુશીનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

 (04:01 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS