Samachar Rajkot

News of Monday, 17th July, 2017

ન્યારીમાં ૩ મહિનાનું પાણી વરસાવી દેતા મેઘરાજા

આજી ડેમ ૧૭.૫૦ ફુટ ન્યારી-૧ ડેમ ૯.૭૫ ફુટ ભરાયો

ન્યારીમાં ૩ મહિનાનું પાણી વરસાવી દેતા મેઘરાજા

   રાજકોટ તા.૧૭: શુક્રવારથી રાજકોટ સહિત રાજયમાં મેધરાજા મન મુકીને વરસ્યા છે ત્યારે જળાશયોમાં નવા નીર આવ્યા છે રાજકોટનાં હૃદય સમ્રાટ આજી ડેમમાં ૩ ફુટ નવા નીર આવતા કુલ સપાટી ૧૭.૫૦ ફુટે પહોંચી  તળીયા ઝાટક ન્યારી ડેમમાં નવી આવકથી  કુલ સપાટી ૯.૭૫ ફુટ થવા પામી છે. ન્યારીમાં ૩ મહિના ચાલે તેટલુ પાણી મેધરાજાએ એક દિવસમાં ડેમમાં ઠાલવ્યુ છે.

   રાજકોટમાં ૧૭ ઇંચ જેવો વરસાદ વરસતા શહેરના હૃદય સમ્રાટ આજી ડેમમાં ૩ ફુટ  નવા નીર આવતા કુલ સપાટી ૧૭.૫૦ફુટે પહોંચી છે. આ ડેમમાં ૩૨૫.૫૮ એમસીએફટી જળ જથ્થો સંંગ્રહીત થયો છે.  જ્યારે ન્યુ રાજકોટને પાણી પુરૃં પાડતા તળિયા ઝાટક ન્યારી-૧માં ં ૨.૯૫ મીટર પાણી આવતા ડેમની સપાટી ૯.૭૫ ફુટ થઇ છે. આ ડેમમાં ૨૪૫ એમસીએફટી પાણીની આવક થવા પામી છે.

   ન્યુ રાજકોટનાં વિસ્તારમાં ન્યારી-૧ ડેમ માંથી પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવે છે.આમ, દરરોજ ન્યારીમાંથી  ૨ એમસીએફટી ઉપાડવામાં આવે તો ૩ મહિના ચાલે તેટલુ પાણી આવ્યુ છે.

   આ ઉપરાંત શહેરની ભાગોળે આવેલ લાલપરી-રાંદરડા ઓવરફલો થયા છે. લાલપરીની કુલ સપાટી ૧૫ ફુટ છે.

   આમ, શહેરનાં જળાશયોમાં નવા નીર આવતા ગઇકાલે માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ.

 (03:51 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS