Samachar Rajkot

News of Monday, 17th July, 2017

ભીંજાતું બાળપણ... મુંજાતું બાળપણ!!

ભીંજાતું બાળપણ... મુંજાતું બાળપણ!!

   વરસાદની ઋતુનો સૌ નગરજનો આનંદ લૂંટી રહ્યા છે. પરંતુ એ પણ હકિકત છે કે એકને આનંદ આપતી આ મેઘસવારી બીજા માટે મુશિબત પણ બનતી હોય છે. ઘર-છાપરા ધરાવનારા તો વરસાદથી બચવા માટે અંદર બેસી રહે છે. તો કેટલાક છત્રી કે રેઇનકોટ લઇને નીકળી પડે છે. પરંતુ અુમક ગરીબ એવા પણ હોય છે કે તેની પાસે ધોધમાર-ધમધોકાર વરસાદથી બચવા માટે કોઇ જ ઉપાય હોતો નથી. વરસાદ પડે ત્યારે કોઇની દૂકાન-મકાન પાસે ઉભા રહેવાની અને વરસાદથી બચવાની તક મળી જાય તો આવા લોકોની મુશિબત હળવી થઇ જતી હોય છે. પરંતુ જ્યારે વરસાદથી બચવાનો આશરો ન મળે ત્યારે કયાં જવું? તેની સમજ પડતી નથી. મવડી ૧૫૦ ફુટ રોડ પર એક મોલ નજીફ ફૂટપાથ પર આજે બે નાનકડા બાળકો વરસાદમાં ભીંજાઇ રહ્યા હતાં.ના... એને મન વરસાદમાં છબછબીયા કરવાનો આનંદ નહોતો, કે વરસાદ પડ્યો એટલે હવે નિશાળે જવામાંથી મુકિત મળશે તેવી આશા પણ નહોતી...વરસાદ પડ્યો એટલે મમ્મી-બા-મોમ કંઇક ચટપટો નાસ્તો બનાવી દેશે એવો હરખ પણ નહોતો....પણ આ બંનેના મનમાં આ વરસાદથી કેમ બચવું? તેની ગડમથલ હતી. બંને પાસે ન તો છત્રી હતી કે ન હતો રેઇનકોટ. કોઇનો મોટો શર્ટ ઓઢીને આ બંને બાળકો ફૂટપાથ પર બેસી ગયા હતાં. બંનેના ચહેરાના હાવભાવ જોતાં સ્પષ્ટ દેખાય છે કે આ ભીંજાતું બાળપણ છે...આ મુંજાતું બાળપણ છે.  શિયાળામાં ગરીબો-ફૂટપાથ પર જીવન જીવનારાઓને ધાબળા અને ઉનાળામાં સ્લીપર સહિતની ચીજવસ્તુનું વિતરણ કરતાં દાતાઓ ખરેખર આ રીતે ફૂટપાથ પર જીવન જીવનારાઓને પ્લાસ્ટીકના મોટા ટૂકડા, રેઇનકોટ, છત્રી કે વરસાદથી બચવાના બીજા  સાધનો પુરા પાડે તે જરૂરી જણાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

 (03:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS