Samachar Rajkot

News of Monday, 17th July, 2017

૬૦ દિવસના વિરામ બાદ આજથી ફરી ઉલ્કાઓ વરસવાનું શરૂ : ૩૧મી સુધી નજારો

ડેલ્ટા-એકવેરીડ્સ અવકાશમાં આતશબાજીના દૃશ્યો સર્જશેઃ વિજ્ઞાન જાથા દ્વારા રાજયભરમાં ખગોળીય અવલોકન માટે થયેલ આયોજનો

       

      રાજકોટ, તા. ૧૭ : મે માસમાં ઇટા-એકવેરીડ્સ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળ્યાના ૬૦ દિવસ વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ આજથી થઇ રહ્યો છે.  વિશ્વમાં તા. ૧૭મી ૩૧મી જુલાઇ અને ઓગષ્ટના અમુક દિવસે ડેલ્ટા એકવેરીડ્સ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઇ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી પૂર્ણ કરી દીધી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષાની અદ્ભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.

      રાજયભરમાં ખગોળીય આનંદ લુંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે.

      જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે આજ મધ્યરાત્રીથી સતત પાંચ દિવસ સુધી ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા. ૧૭મી તા. ર૧ સુધી આકાશમાં રીતસર ઉલ્કાવર્ષનો વરસાદ વરસશે. કલાકના ૧પ થી પ૦ અને વધુમાં વધુ એકસો ઉલ્કાવર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દૃશ્યો સર્જાશે.

      ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦થી  ૧ર વખત અને વધુમાં વધુ પ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ભ્રમણકક્ષાએ સતત વિસર્જન થતું રહેતુ હોય છે.

      થયેલ પર્દાફાશ ધુમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઇએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જન પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે. ત્યારે આપેક્ષ વેગના કારણે આ ટૂકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના ૩૦ કિલો મીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટૂકડાઓ સળગી ઉઠે છે અને તે જ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઇન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઇઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે.

      વિશેષમાં એડવોકેટ જયંત પંડયાએ જણાવેલ છે કે ઉલ્કા વર્ષા નિહાળવા મધ્યરાત્રી બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે, મોટે ભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઇ કિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી ચાર-પાંચ દિવસનો પડાવ નાખે છે.ઉલ્કા વરસાદને નજરકેદ કરવા ૧૦ * પ૦ નું  મેગ્નીફીકેશન ધરાવતું દૂરબીન  ગોઠવી શકાય છે. જાથાએ ફાયરબોલ, ફોટોગ્રાફી, ઇન્ટરનેટ મિત્રોના સહયોગ મેળવી ડીઝીટલ વિડીયોગ્રાફી કેમેરામાં કેદ કરવા આયોજન ગોઠવ્યું છે.

      અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની  રાખનો ધર એક ઇંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે, તેની રજને, ધુળને ઓળખવા માટે લોહચુંબકનું પરિક્ષણ જરૂરી છે. ડેલ્ટા-એકવેરીડસ ઉલ્કા વર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસરનો વરસાદ પડશે. જાથા ઉલ્કાવર્ષાની ફોટોગ્રાફી લોકો સમક્ષ મુકયો.જાથાનો પ્રયાસ લોકોને આકાશ તરફ નજર કરતાં થાય. ખગોળીયા ઘટનાનો અહેસાસ કરાવવા રાજયભરમાં જિલ્લા મથકોમાં અમદાવાદ-રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ-ભુજ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, નડીયાદ, આણંદ, ખેડા, તાપી, વ્યારા, ડાંગ-આવ્યા, દાહોદ, મહીસાગર, ગોધરા, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી સહિત તાલુકા મથકે આયોજનો નકકી કરવામાં આવ્યા છે. જયાં સ્વચ્છ આકાશ હશે ત્યાં જ આયોજન થશે.ઉલ્કાવર્ષા નજારા માટે વ્યવસ્થામાં ઉમેશ રાવ, મનસુખ મૂર્તિકાર, નિર્ભય જોશી, રૂચિર કારીઆ, પાર્થ ગોહેલ, અંકલેશ ગોહિલ, રાજુ યાદવ, અમિત ડાભી, એલ. એમ. બાવા, હુસેનભાઇ ખલીફા, રઘુવીર પંડયા, સહિત કાર્યકરો કરી રહ્યો છે. વિશેષ માહિતી માટે મો. નં. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.(૮.૬)

       

 (12:04 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS