Samachar Rajkot

News of Monday, 17th July, 2017

-તો સૌરાષ્ટ્ર- ગુજરાતમાં તા.૨૨-૨૩ આસપાસ ફરી દેધનાધનવાળી...

બંગાળના ઉપ મહાસાગરમાં ઓરીસ્સા નજીક હવાનું હળવું દબાણ બની રહ્યું છે જે વેલમાર્ક લો પ્રેસરમાં પરિવર્તિત થશેઃ જૂની સિસ્ટમ્સ વિખેરાઈ ગઈ પણ તેની એક સપ્તાહ સુધી અસર રહેશે, છૂટાછવાયા ઝાપટાઓ ચાલુ રહેશે : કોઈ-કોઈ જગ્યાએ ભારે પણ વરસી જાય

-તો સૌરાષ્ટ્ર- ગુજરાતમાં તા.૨૨-૨૩  આસપાસ ફરી દેધનાધનવાળી...

      રાજકોટ, તા. ૧૭ : ત્રણ - ચાર દિવસ પહેલા મેઘરાજા બેસુમાર વરસી ગયા. ચોમેર પાણી - પાણી કરી દીધું. નદી - નાળા છલકાઈ ગયા. રાજકોટ, ચોટીલા, જામનગર વિ. શહેરોમાં બેફામ ઝીંકી ગયો. ગુજરાતમાં પણ ઠેકઠેકાણે મેઘકૃપા વરસી ગઈ. કેટલીક જગ્યાએ તો ભયજનક સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી. હાલ તો સિસ્ટમ્સ વિખેરાઈ ગઈ છે, પરંતુ વધુ એક સિસ્ટમ્સ આવી રહી છે જેની અસરથી સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના ઉભી થઈ છે.

      હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ છે કે હાલની સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપરની સિસ્ટમ્સ વિખેરાઈ ગઈ છે પણ તેના પાંખીયા વાદળોની અસર હજુ એકાદ સપ્તાહ રહેશે. આગામી ૨૨મી સુધી આ સિસ્ટમ્સની અસર જોવા મળશે. છૂટાછવાયા સ્થળોએ ઝાપટાઓ ચાલુ જ રહેશે. કોઈ - કોઈ છુટાછવાયા સ્થળોએ ભારે પણ પડી જાય. પા અડધો ઈંચ વરસવાનું ચાલુ જ રહેશે.

      દરમિયાન બંગાળના ઉપમહાસાગરમાં ઓરીસ્સા નજીક એક હવાનુ હળવુ દબાણ સર્જાયુ છે જે ૭.૬ કિ. મી. ની ઉંચાઈ પર છે. જે વેલમાર્ક લો પ્રેસરમાં પરિવર્તિત થશે. જે તા. ૨૨-૨૩ જુલાઈ આસપાસ ગુજરાત પહોંચશે. હાલ આ સિસ્ટમ્સ દક્ષિણ તરફ મૂવ કરી રહી છે. જો આ સિસ્ટમ્સ સક્રિય રહી ગુજરાતમાં પ્રવેશ કરશે તો ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ આવશે. આ સિસ્ટમ્સની અસરથી ભાવનગર, અમરેલી, વિંછીયા જેવા બાકી રહી ગયેલા વિસ્તારો પણ કવર કરી લ્યે તેવી પૂરેપૂરી સંભાવના છે.

 (10:56 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS