vividh-vibhag

News of Monday, 17th July, 2017

ગાગરમાં સાગર

જયાં ભય છે ત્યાં પ્રેમ સંભવ નથી

<br />ગાગરમાં સાગર       

      મારા મનમાં પ્રેમનું બહુ સન્માન છે. હું એ માસણને અભાગો માનું છું, જેને જીવનમાં પ્રેમનો અનુભવ નથી. જેણે પ્રેમ નથી જાણ્યો તે પરમાત્માને નહીં જાણી શકે. ગમે તેટલા ઉપાય કરે પણ તેના ઉપાય ખોટા હશે. તેમના ઉપાય ભય અને લોભ પર આધારિત હશે.

      અને ધ્યાન રહે, જ્યાં ભય છે ત્યાં પ્રેમ સંભવ નથી. ભય અને પ્રેમ વિપરીત છે. તમે પરમાત્માને માનો છો તો તમારો પરમાત્મા સાથે સંબંધ કયારેય નહીં થઇ શકે. તેની સાથે સંબંધ તો પ્રેમથી જ થઇ શકશે.

      એક બીજી પ્રાર્થના છે જે જીવનનાં આનંદથી પેદા થાય છે. જે જીવનમાં સુખ, જીવનની શાંતિ પ્રત્યે કૃતજ્ઞતાથી પેદા થાય છે. પરમાત્માએ તમને જીવન દીધું, એટલે ધન્યવાદ દેવા ગયા, આ બીજા પ્રકારની પ્રાર્થના છે અને તેમને મૃત્યુ આવી રહ્યું છે, એટલે તમે પ્રાર્થના કરી આ અલગ પ્રકારની પ્રાર્થના છે.

      પરમાત્માને તમે પ્રાર્થના કરી કે તે મને જીવન આપ્યું, તે મારા પર આટલી કૃપા કરી આ બધા માટે તમે ધન્યવાદ આપ્યો, ફરીયાદ ન કરી, મારી પાત્રતા નહોતી, અને તમે આટલું આપ્યું, મારા પર આટલી અનુકંપા !

      હું એવો જ ધર્મ શીખવું છું જે તમારા અહોભાવથી ઉઠે.

      એક ધર્મ છે જે ભય પર ઉભો છે. તે કહે છે, ડરો ! આ પણ પાપ, તે પણ પાપ, આ પણ ન કરો, તે પણ ન કરો. પરમાત્માને તમે પ્રેમ કરી શકશો ?

      હું તમને કહેવા ચાહું છું: ન તો કોઇ નરક છે, ન કોઇ સ્વર્ગ છે નરક અને સ્વર્ગ ચિત્તની અવસ્થા છે જો તમે પ્રેમ કર્યો તો તમે સ્વર્ગમાં છો, જો તમે ધૃણા કરી તો તમે નરકમાં છો. જો તમે કરૂણા કરી તો તમે સ્વર્ગમાં છો, જો તમે ક્રોધ કર્યો તો તમે નરકમાં છો.

      જ્યારે તમે પ્રેમથી કોઇને કાંઇ આપો છો, ત્યારે સ્વર્ગની પાવન સુગંધ તમારી પાસે હોય છે.

      જયારે તમે માગ્યા વગર કાંઇ આપો છો, તો પ્રેમ ધીરે - ધીરે પ્રાર્થના બની જાય છે. આ પ્રેમથી જ એક દિવસ પરમાત્માનો અનુભવ શરૂ થાય છે.

      પ્રેમ બંધન છે કે મુકિત, તમારા પર નિર્ભર છે. પ્રેમ ન તો બંધન છે, ન મુકિત છે. પ્રેમ તો એમ માનો કે રસ્તામાં પડેલો પથ્થર, ચાહો તો પ્રેમને સીડી બનાવી લો. પ્રેમને સીડી બનાવશો તો પરમાત્મામાં પહોંચી જશો.

      આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

      સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

      સ્વામી સત્યપ્રકાશ

         ૯૪ર૭ર પ૪ર૭૬

 (09:29 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS