avasan nondh
rss-feed-icon
ઠેબચડા આશાપુરાધામના ગાદીપતિ પદુબાપુના પિતાશ્રીનું દુઃખદ અવસાનઃ આજે બેસણુ
Obituaryરાજકોટઃ કિશોરસિંહ ગગુભા જાડેજા ગામ ઠેબચડા તે આશાપુરા ધામના ગાદીપતિ પદુબાપુ,  રણવિરસિંહ, જામસિંહ, હરદેવસિંહ, ગંભીરસિંહના પિતાશ્રી તેમજ રઘુવિરસિંહ, મહાવિરસિંહના કાકા  અને યશપાલસિંહના દાદાનો તા. ૧૪-૭-ર૦૧૭ શુક્રવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું આજે સોમવારે સાંજે ૪ થી ૬ ઠેબચડા મુકામે અને  તેમની ઉત્તરક્રિયા તા. રપ-૭-ર૦૧૭ના મંગળવારે ઠેબચડા મુકામે નિવાસ સ્થાને રાખેલ છે.  
 
 

અવસાન નોંધ

 

જયાબેન ગોસ્વામી

રાજકોટ : મુ. ગામ ભુપત આંબેળી, હાલ રાજકોટ કૈલાશવાસી ગોસ્વામી જયાબેન સ્વ. ભગવાનગીરી સોમગીરીના ધર્મપત્નિ  જે સુખદેવગીરી, ચંદુગીરી, દિપકગીરી, જગદીશગીરી તથા મનીષાબેન હરેશગીરીના માતુશ્રી તા. ૧૫ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા. ૧૭ના સોમવારે સાંજે ૪ થી ૬ આશાપુરા હોલ, આશાપુરા નગર શેરી નં. ૧૭, કોઠારીયા રોડ ખાતે રાખેલ છે તથા તેમનું શકિતપૂજન (શંખો દ્વાર) તા. ૨૧ને શુક્રવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે. (મો.૯૯૭૪૧ ૯૦૫૫૨)

જયેશભાઇ રવિયા

રાજકોટઃ જસદણ નિવાસી હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ જયેશભાઇ અરૂણભાઇ રવિયા (ઉ.૨૮) તે અરૂણભાઇ લક્ષમણભાઇ રવિયાના પુત્ર તથા ઇશ્વરલાલ, શશિકાંતભાઇ, સ્વ. ઘનશ્યામભાઇ, પ્રવિણભાઇ, સ્વ. મુકેશભાઇ અને મહેશભાઇના ભત્રીજા તેમજ સ્વ. નરભેરામભાઇ કાળાભાઇ મહેતા (માળીયા હાટીના)ના જમાઇ અને હિતેષભાઇના બનેવી તેમજ રાજેશકુમાર કરસનભાઇ મહેતા તથા જીતેન્દ્રકુમાર ભનાભાઇ મહેતાના સાળા તેમજ નયનાબેન, નેહાબેનના ભાઇ અને સ્વ. અમૃતલાલ નાનુશંકરભાઇ વેગડા તથા સ્વ. નરેન્દ્રભાઇના ભાણેજનું તા. ૧૫ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે સોમવારે સાંજે ૪ થી ૬, ક્રિષ્ના હોલ, આજી ડેમ ચોકડી પાસે રાખેલ છે.

રતિભાઇ પુરોહિત

ચલાલા : શ્રી સોરઠીય શ્રીગોડ માળવીય બ્રાહ્મણ રતિલાલ ભાનુશંકર પુરોહિત (ઉ.વ.૭ર), તે સ્વ.જયસુખલાલ ભાનુશંકર, સ્વ.રમણીકભાઇના નાનાભાઇ, તે હસમુખરાય જયસુખલાલ તથા નીતિનભાઇના કાકા તેમજ દેવાંગ તથા નયનના નાના દાદાનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.ર૦ને ગુરૂવારના રોજ ભીમનાથ મંદિરે સાંજે ૩ થી પ દરમિયાન ચલાલા મુકામે રાખેલ છે.

નિતિનભાઇ વ્યાસ

જામકંડોરણાઃ શ્રી ઔદિચ્ય ગોહીલવાડી બ્રાહ્મણ (શ્રીનાથ દાદાતળ) સ્વ. ચંદુલાલ બાવાલાલ વ્યાસના પુત્ર નિતિનભાઇ (ઉ.પ૬) ને જીતુભાઇ, રાજુભાઇ, દિલીપભાઇના મોટાભાઇ તેમજ મનિષભાઇ તેમજ અંકિતાબેનના પિતાશ્રી તથા હાર્દિક કુમાર ડી.જોષીના સસરા તેમજ સ્વ. વિરજીભાઇ નારણજીભાઇ જોષીના જમાઇનું તા.૧પના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૭ને સોમવારે બપોરના ૩ થી પ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.(૬.૯)

ગોદાવરીબેન કાનાબાર

મોરબી,: આમરણ નિવાસી સ્વ.વિઠ્ઠલદાસભાઇ ત્રિકમદાસભાઇ કાનાબારના ધર્મપત્ની ગોદાવરીબેન વિઠ્ઠલદાસભાઇ (ઉ.વ.૮૪) તેઓ રમેશભાઇ, દિનેશભાઇના માતુશ્રી તા.૧૪ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તા.૧૭મીએ સોમવારે સાંજે ૪ થી પ વાગ્યે લોહાણા મહાજનવાડી આમરણ ખાતે રાખેલ છે.

વનિતાબેન વિઠ્ઠલાપરા

રાજકોટ,: વનિતાબેન ચુનિલાલ વિઠ્ઠલાપરા (વ્યાસ) (ઉ.વ.૮૭) તે નાથાલાલ ધીરજલાલ, કિશોરભાઇ, હિતેષભાઇના માતુશ્રી તા.૧પમીએ રામચરણ પામેલ છે. બેસણું તા.૧૭મીએ સોમવારે બપોરે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને મોટા મૌવા કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

લીલાવંતીબેન ત્રિવેદી

રાજકોટ,: શ્રીમાળી બ્રાહ્મણ લીલાવંતીબેન કાંતીલાલ ત્રિવેદી (ઉ.વ.૮૩) તે સ્વ.કાંતીલાલ મયાશંકર ત્રિવેદી (રેલ્વે)ના ધર્મપત્ની તથા અશોકભાઇ ત્રિવેદી (રીટા. ધર્મેન્દ્રસિંહજી કોલેજ) તેમજ ભરતભાઇ ત્રિવેદી (પા.પુ.બોર્ડ)ના માતુશ્રી તથા હાર્દિક, હિમાંશુ, હિરેન, નમ્રતા અને નિશાંતના દાદીમાંનું તા.૧પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ને સોમવારે સાંજે પ થી ૬ ઔદીચ્ય બ્રહ્મપુરી વાડી, દિવાનપરા, કોટક શેરી, લીલી ખડપીઠ ખાતે રાખેલ છે.

કેશવલાલ ગોહેલ

રાજકોટ,: મુળ ખોખડદડના વાણંદ, હાલ રાજકોટના સ્વ.કેશવલાલ જાદવજીભાઇ ગોહેલ તે ધી બ્લુસ્ટાર ઓટો રીપેરર્સ વાળા હસમુખભાઇ, ગોવિંદભાઇ તથા એ.કે. ગોહેલ (શિક્ષણ ખાતુ)ના પિતાશ્રી, તે દર્શન તથા રજતના દાદા તા.૧પના સ્વર્ગવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને સોમવારે હુડકો કવાટર્સ નં. બી/૧૩, કોઠારીયા રોડ, શાળા નં.૬૧ની પાછળની શેરી, આરોગ્ય કેન્દ્રની બાજુમાં, સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પ્રેમજીભાઇ મારડિયા

રાજકોટ,: વરિયાવંશ પ્રજાપતિ - પ્રેમજીભાઇ કાનજીભાઇ મારડિયા (ઉ.વ.૭૬) તે અશોકભાઇ તથા નિલેશભાઇના પિતાશ્રી, સ્વ.વિરજીભાઇ વલ્લભભાઇ તથા ધીરૂભાઇના ભાઇ, તા.૧પના ગોલોકવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ને સોમવારે સાંજે ૪ થી ૬, વરિયા વંશ પ્રજાપતિ જ્ઞાતિની વાડી, વિભાગ ૧ લક્ષ્મીનગર મેઇન રોડ, ખાતે રાખેલ છે.

રંજનબેન સાગર

રાજકોટ,: જુના સાવર વાળા હાલ રાજકોટ પરજીયા સોની ધીરૂભાઇ હરિભાઇ સાગરના પત્ની રંજનબેન (ઉ.વ.૬૬) તે કાર્તિકભાઇ તથા વંદનાબેનના માતુશ્રી તા.૧પના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૭ આજે સોમવારે સાંજે ૪ થી ૬, મોહનભાઇ હોલ ધરમ સિનેમા સામે રાજકોટ ખાતે રાખેલ છે.

મથુરાદાસભાઇ ચલ્લા

રાજકોટ,: જામજોધપુરવાળા હાલ રાજકોટ એમેઝોન હોલવાળા પરજીયા સોની મથુરાદાસ ભાણજીભાઇ ચલ્લા (ઉ.વ.૮૦) તે હસુભાઇ, રાજુભાઇ, સ્વ.રાકેશભાઇ, શૈલેષભાઇ તથા કમલેશભાઇના પિતાશ્રી  તેમજ સ્વ.રામજીભાઇ મુળજીભાઇ સાગર (વેરાવળ)ના જમાઇનું તા.૧પના રોજ અવસાન થયુ છે. તેમનું બેસણું આજે સોમવારે સાંજે પ થી ૬ ભગવાન ભુવન વાડી પંચનાથ મંદિર પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

બટુકભાઈ પાડલીયા

રાજકોટ : મોટાવણુદળવાળા હાલ રાજકોટ વાણંદ બટુકભાઈ શામજીભાઈ પાડલીયા (ઉ.વ.૮૦) તા. ૧૫ને શનિવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૭ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે લુહારવાડી કેવડાવાડી શેરી નં. ૨૨ ખાતે રાખેલ છે.

જયેશ રવીયા

રાજકોટ : જસદણ નિવાસી હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) જયેશ અરૂણભાઈ રવિયા (ઉ.વ.૨૮) તે અરૂણભાઈ લક્ષ્મણભાઈ રવિયાના સુપુત્ર તથા તે ઈશ્વરલાલ, શશીકાંતભાઈ, સ્વ. ઘનશ્યામભાઈ પ્રવિણભાઈ, સ્વ. મુકેશભાઈ તથા મહેશભાઈના ભત્રીજા તેમજ સ્વ. નરભેરામભાઈ કાળાભાઈ મહેતા (માળીયા હાટીના)ના જમાઈ તેમજ હિતેશભાઈના બનેવી, રાજેશકુમાર કરશનભાઈ મહેતા, જીતેન્દ્રકુમાર ભનાભાઈ મહેતાના સાળા, તેમજ નયનાબેન, નેહાબેનના ભાઈ, તેમજ સ્વ. અમૃતલાલ નાનુ શંકરભાઈ વેગડા તેમજ સ્વ. નરેન્દ્રભાઈના ભાણેજનું તા. ૧૫ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા. ૧૭ને સોમવારે સાંજે ૪ થી ૬ ક્રિષ્ના હોલ, આજી ડેમ ચોકડી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રભાબેન જોષી

રાજકોટ : શ્રી રાજગોર બ્રાહ્મણ - કાઠીગોર પ્રભાબેન હરીશંકર જોષી (ઉ.વ.૭૯)તે શૈલેષભાઈ, હર્ષદભાઈ, અરૂણાબેન, કલ્પનાબેનના માતુશ્રી તેમજ કનકભાઈ આપાભાઈ બામટા, નવનીતભાઈ, રાજુભાઈ, અશોકભાઈ, દિપકભાઈ, પ્રજ્ઞાબેન, સ્વ. પ્રેમીલાબેનના માસી તા. ૧૦ના રોજ અવસાન થયેલ છે. તેમની ઉત્તરક્રિયા તા. ૧૯ અને દાળો તા. ૨૦ના રોજ ર''જાગૃતિ હોલ'', જામનગર રોડ, ભોમેશ્વર મંદિર પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

દિલીપભાઈ દક્ષિણી

રાજકોટ : દિલીપભાઈ વેલજીભાઈ દક્ષિણી (ઉ.વ.૬૬) તે સ્વ. વેલજીભાઈ પ્રેમજીભાઈ દક્ષિણીના સુપુત્ર, કુંદનબેનના પતિ, નિરંજનભાઈ, અમિતભાઈ, સ્વ. મેહુલભાઈ તથા હિનાબેન પ્રેમકુમારના પિતાજી, ભારતીબેન કિશોરકુમાર ખાંડે તથા નિરૂબેન સુરેશભાઈ માણેક, મુકેશભાઈ, મયુરભાઈ, સુરેશભાઈના મોટાભાઈ, રીના નિરંજનભાઈ, જીગીશા અમિતભાઈના સસરા, જય, પાર્થ, મહેક, પ્રિયંકાના દાદા, સ્વ. રતિલાલ દાવડના જમાઈ, રમેશભાઈ તથા સ્વ. ભરતભાઈ દાવડાના સાળાનું તા. ૧૫ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા. ૧૭ને સોમવારે સાંજે ૫ કલાકે પંચનાથ મંદિર ખાતે રાખેલ છે.

લાભુબેન ચૌહાણ

રાજકોટ : શ્રી ગુજરાતી મચ્છુકઠીયા દરજી જ્ઞાતિ, રાજકોટના સ્વ. મુળજીભાઈ, જેન્તીભાઈ જાદવજીભાઈ ચૌહાણના નાનાભાઈ સ્વ. જીવણભાઈ જાદવજીભાઈના ધર્મપત્નિ લાભુબેન (ઉ.વ.૬૯) તે સ્વ. કાન્તીલાલ ડાહ્યાભાઈ વાઘેલા, સ્વ. ચુનીલાલ, સ્વ. ઓધવજીભાઈ તેમજ ભુપતભાઈ વાઘેલાના બહેન તા. ૧૫ને શનિવારના રોજ દેવલોક થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા. ૨૦ને ગુરૂવારે સવારે ૯ થી ૧૦ સુધી તેમજ તે જ દિવસે ૧૦ વાગ્યે શાંતિયજ્ઞ દરજી જ્ઞાતિની વાડી, સાંગણવા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

 

 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS