NRI Samachar

News of Sunday, 16th July, 2017

શ્રી સંતરામ ભકત સમાજ યુ.એસ.એ.ના ઉપક્રમે ન્‍યુજર્સીમાં ૯ જુલાઇ ર૦૧૭ના રોજ ઉજવાઇ ગયેલી ગુરૂપૂર્ણિમા : પ.પૂ. શ્રી રામદાસજી મહારાજે નડિયાદથી ટેલિફોન દ્વારા આશિવંચન પાઠવ્‍યા : રાજ અને સ્‍મૃતિ પંડયા દ્વારા સંતરામ ધૂન, સંતશ્રી સત્‍યદાસજીના સ્‍વરે સંતરામ મહાઆરતી, સમુહ ધ્‍યાન તથા મૌન તેમજ મહાપ્રસાદથી ૧પ૦૦ ઉપરાંત ભકતો ભાવવિભોર

શ્રી સંતરામ ભકત સમાજ યુ.એસ.એ.ના ઉપક્રમે ન્‍યુજર્સીમાં ૯ જુલાઇ ર૦૧૭ના રોજ ઉજવાઇ ગયેલી ગુરૂપૂર્ણિમા : પ.પૂ. શ્રી રામદાસજી મહારાજે નડિયાદથી ટેલિફોન દ્વારા  આશિવંચન પાઠવ્‍યા : રાજ અને સ્‍મૃતિ પંડયા દ્વારા સંતરામ ધૂન, સંતશ્રી સત્‍યદાસજીના સ્‍વરે સંતરામ મહાઆરતી, સમુહ ધ્‍યાન તથા મૌન તેમજ મહાપ્રસાદથી ૧પ૦૦ ઉપરાંત ભકતો ભાવવિભોર

         

         

         (દિપ્તીબેના જાની દ્વારા) ન્‍યુજર્સી :  તાજેતરમાં જુલાઇ ૯, ર૦૧૭ રવિવારના રોજ અમેરિકાનાં ન્‍યુજર્સી રાજયમાં સંતરામ ગુરૂપૂર્ણિમા નિમિત્તે સત્‍સંગ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ. શ્રી સંતરામ ભકત સમાજ, યુ.એસ.એ. આયોજિત ગુરૂપૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્‍યામાં સંતરામ ભકતો ઉપસ્‍થિત રહીને સંતરામસ્ત્રોતો, શ્રી વિષ્‍ણુ સહષાનામ પાઠનું સમુહ સ્‍તવન કરેલ. બ્રહ્મલીનશ્રી નારાયણદાસજી મહારાજશ્રીના આશિર્વાદથી જુલાઇ -૩, ૧૯૯૩ના રોજ ગુરૂપૂર્ણિમાનાં દિવસે, ન્‍યુજર્સીમા ૧૩૦ જેટલા ભકતો ઉપસ્‍થિત રહ્યા હતાં. છેલ્લા ચોવીસ વર્ષથી સતત, શ્રી સંતરામ મહારાજની કૃપાપ્રસાદી પ્રાપ્ત કરવા માટે, ન્‍યુયોર્ક ફિલાડેલ્‍ફીયા, શિકાગો, કનેકટીકટ, બોસ્‍ટન વિગેરે વિસ્‍તારમાં ભકતો વર્ષમાં ત્રણ વારે એકત્રિત થઇને સંતરામ પાઠનું આયોજન કરવામાં આવે છે.

         વર્તમાન મહ઼ત પ.પૂ. શ્રી રામદાસજી મહારાજશ્રીની પ્રેરણા અને શુભાષિસ સાથે, આ ગુરૂપૂર્ણિમા સત્‍સંગમાં ૧પ૦૦ થી વધુ ભકતોએ ઉપસ્‍થિત રહીને, નડિયાદથી વ્‍હેલી સવારનાં બ્રાહ્મમુર્હુતમાં પ.પૂ. શ્રી રામદાસજી મહારાજવે સર્વે હોલમાં બેઠેલા ભકતોને ટેલિફોનમાં આર્શિવચન પાઠવ્‍યા હતા. આ સત્‍સંગનું જીવંત પ્રસારણ લાઇવ નડિયાદ બાદશાહ ચેનલનાં મિરાજ પટેલે હોલમાંથી કરીને દૂરનાં ભકતોને પણ લાભ મળ્‍યો હતો.

         રાબેતા મુજબ રાજ અને સ્‍મૃતિ પંડયા પરિવાર દ્વારા ગુરૂ-ભજનો સંતરામની ધૂનનો રસાસ્‍વાદ પીરસવામાં આવેલ. સંતરામ દેરીનાં સંતશ્રી સત્‍યદાસજી મહારાજના સ્‍વર સાનિધ્‍યમાં સંતરામ મહાઆરતી (મોટી આરતી) ખુબજ ભાવપૂર્ણ ઓડીયો સી.ડી.માં સ્‍તવન ઉપસ્‍થિત હોલમાં બેઠેલા તમામ ભકતોએ કર્યુ હતું. છેલ્લે, ખીચોખીચ ભરાયેલ હોલમાં તમામ ભકતોએ સમુહમાં પાંચ મિનીટ ધ્‍યાન-મૌનનાં સહકારપૂર્ણ બેસીને સંતરામ મહારાજની કૃપા અનુકંપા પ્રાપ્ત કરીને ધન્‍ય બન્‍યાં હતાં.

         ફિલાડેલ્‍કીયા વિસ્‍તારમાંથી બે બસ દ્વારા આવેલ ભકતો ત્‍થા ઉપસ્‍થિત હોલનાં ભકતોએ સમુહમાં હોલની બહાર મહાપ્રસાદ લઇને છુટા પડયા હતાં. નડિયાદથી જયારે પ.પૂ. શ્રી રામદાસજી મહારાજશ્રી આશિર્વચન આપતા હતા, ત્‍યારે સર્વે ઉપસ્‍થિત ભકતોને સંતરામ મંદિર, નડિયાદનાં સંતરામ ચોકમાં બેઠા હોય તેવું આહલાદક, દિવ્‍ય અનુભૂતી હજારો માઇલ દૂર હોવા છતાંયે અનુભવાતી હતી. હવે પછીનો સંતરામ સત્‍સંગ દિવાળી નિમિત્તે, ઓકટોબર ર૧, ર૦૧૭ શનિવારના રોજ ન્‍યુજર્સીમાં શ્રી સંતરામ ભકત સમાજ, યુ.એસ.એ.દ્વારા રાખવામાં આવેલ છે તેની જાહેરાત કરાવમાં આવી હતી. હોલની અંદર સ્‍ટેજ સુશોભનથી માંડીને હોલની અંદર પાથરણા સેવા, મહાપ્રસાદ પીરસવાથી માંડીને છેલ્લે સમગ્ર હોલની અંદર, અને બહારની સફાઇ-કલીન અપ બધું જ સ્‍વયંભુ રીતે ઉપસ્‍થિત ભકતો સેવાનાં ભાગ રૂપે શિષ્‍તબધ્‍ધ સહકારથી પરિપૂર્ણ કરવામાં આવેલું. અંતમાં સંતરામ મહારાજની કૃપાપ્રસાદી મેળવીને જયમહારાજ-કહીને બધાં ભકતો રાત્રિનાં ૮ કલાકે છુટા પડેલા હતા.

 (04:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS