NRI Samachar
rss-feed-icon
 

તા. ૨૧ જૂલાઇ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ અષાઢ વદ - ૧૩ શુક્રવાર

 

1500661892છેલ્લા સાત વર્ષથી ઓબામાકેર એકટને નાબુદ કરવાના પ્‍લેટફોર્મ ઉપર ચૂંટાયેલા રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ હાલમાં વિપરીત પરિસ્‍થિતિમાંથી પસાર થઇ રહ્યા છેઃ સેનેટમાં આવતા અઠવાડીએ ઓબામાકેરને રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્‍યારે ચાર સેનેટરો તેની વિરૂધ્‍ધમાં મતદાન કરશેઃ જોન મેકેનને બ્રેઇટનનું ટયુમર હોવાથી તેઓ ગેરહાજર રહેતા વિષય પરિસ્‍થિતિ પેદા થયેલ છે મેડીકેડ તથા મેડીકેર પ્રોગ્રામ દ્વારા મળવા લાભોમાં કાપ મૂકીને ધનવાનોને ટેક્ષમાં તે નાણા રાહત તરીકે ફાળવવામાં આવતા સ્‍થાનિક રહીશોમાં આક્રોશની લાગણીઃ રાજકીય આગેવાનો લાભ ચાલુ ન રાખશે તો પછી આગામી વર્ષે થનાર ચુંટણીમાં તેમના સુપડાં સાફ થઇ જાયતો નવાઇની વાત નથી(12:02 am IST)

તા. ૨૦ જૂલાઇ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ અષાઢ વદ - ૧૨ ગુરૂવાર

 

1500575663સેનેટમાં નવા હેલ્‍થકેર બીલ અંગે પુરતા મતો ન મળતાં તે પસાર ન થતા અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પોતાની પાર્ટીના તમામ સેનેટરોને બુધવારે ૧૯મી જુલાઇના રોજ લંચ માટે વાઇટ હાઉસમાં બોલાવ્‍યા જેમાં ૪૯ જેટલા સેનેટરોએ આપેલી હાજરીઃ જયાં સુધી હેલ્‍થકેર બીલ પસાર ન થાય ત્‍યાં સુધી પાટનગર ન છોડવા અપાયેલી સુચના ફકત ઓબામાકેર રદ કરતું બીલ પસાર કરવામાં આવેતો આવતા વષે૪ ૧૭ મીલીયન અને આગામી દસ વર્ષમાં ૩૭ મીલીયન લોકો વિમા વિનાના બની જશેઃ એરીઝોનાના રીપબ્‍લીકન પાર્ટીના સેનેટર જોન મેકેનને મગજનું કેન્‍સર થયું હોવાનું બહાર આવ્‍યુઃ હાઉસના ડેમોક્રેટીક પાર્ટીના લઘુમતિ પક્ષના નેતા નેન્‍સી પલોસીએ હાઉસના સ્‍પીકરને હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ અંગે લખેલો પત્ર(12:05 am IST)

તા. ૧૯ જૂલાઇ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ અષાઢ વદ - ૧૦ બુધવાર

 

1500478886સેનેટમાં રીપબ્‍લીકન પાર્ટીના સભ્‍યોએ નવા હેલ્‍થકેર બીલ સામે બળવો પોકારતા તેનું થયેલુ પતનઃ જુલાઇ માસની ૧૭મી અને ૧૮મી તારીખે રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓએ બીલ પસાર કરાવવા માટે કરેલા તમામ પ્રયાસો નિષ્‍ફળ ગયા અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે છેવટે ઓબામાકેર એકટને રદ કરી ત્‍યાર બાદ તેની અવેજીમાં નવું બીલ પસાર કરવાની સેનેટરોને અપીલ કરતાં રીપબ્‍લીકન પાર્ટીની ત્રણ મહીલા સેનેટરોએ પણ આ કાર્યવાહી સામે ઘોર વિરોધ જાહેર કરતા તે બાજી પણ ઉધી વળી ગઇઃ અમેરીકાના મતદારોએ નવા હેલ્‍થકેર બીલ અંગે વિરોધ દર્શાવતા સેનેટરોએ તેને દાદ આપીઃ હવે આવતા અઠવાડીએ હેલ્‍થકેર બીલ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી કરવામાં આવેલી જાહેરાતઃ તમામ અમેરીકન રહીશો હવે આવતા અઠવાડીયે કેવા પગલા ભરવામાં આવે છે તે તરફ સૌની દ્રષ્‍ટિ ખેચાયેલી જોવા મળે છે(09:12 pm IST)

તા. ૧૮ જૂલાઇ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ અષાઢ વદ - ૯ મંગળવાર

 

તા. ૧૭ જૂલાઇ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ અષાઢ વદ - ૮ સોમવાર