Mukhy Samachar

News of Monday, 17th July, 2017

ચૂંટણી માટે કુલ ૩૨ કેન્દ્રો ચૂંટણી પંચે ઉભા કર્યા હતા

૭૭૬ સાંસદ, ૪૧૨૦ સભ્યો મત માટે પાત્ર : રાજ્ય વિધાનસભામાં સાંસદો ચૂંટણી માટે મત આપવા માટે ઉત્સુક દેખાયા : કોવિંદને ૬૩ ટકા મતો મળી શકે

   નવીદિલ્હી, તા. ૧૭ : રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચે ચૂંટણી માટે ૩૨ કેન્દ્રો બનાવ્યા હતા જે પૈકી એક સંસદ ભવનના રુમ નંબર ૬૨માં અને એક એક જુદા જુદા રાજ્યોની વિધાનસભામાં કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ૭૭૬ સાંસદ અને ૪૧૨૦ સભ્યો મતદાન કરવા માટે પાત્ર રહ્યા હતા. નિર્વાચન મંડળના કુલ વોટની કિંમત ૧૦૯૮૯૦૩ છે. એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને ૬૩ ટકા મત મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે સવારથી રાજ્ય વિધાનસભાઓમાં પણ ધારાસભ્યો અને સાંસદો મત આપવા માટે લાઈનમાં નજરે પડ્યા હતા. કેરળ, તમિળનાડુ અને મહારાષ્ટ્રમાં શરૂઆતમાં ગતિ ધીમી રહી હતી. મીરાકુમારને ૧૭વિરોધ પક્ષોનો ટેકો મળી રહ્યો છે. વર્તમાન રાષ્ટ્રપતિની અવધિ ૨૪મી જુલાઈના દિવસે પૂર્ણ થશે.

 (07:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો