Mukhy Samachar

News of Monday, 17th July, 2017

ચૂંટણીની સાથે સાથે.........

આગામી રાષ્ટ્રપતિ દલિત સમાજના જ રહેશે : માયા

   નવી દિલ્હી,તા.  : દેશના ૧૪માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે સાનુકુળ વાતાવરણમાં મતદાન યોજાયું હતું. આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષના ઉમેદવાર મીરાકુમાર વચ્ચે સીધી સ્પર્ધા છે. મતદાન સાંજે પાંચ વાગે પૂર્ણ થયા બાદ હવે મતગણતરી ૨૦મી જુલાઈના દિવસે દિલ્હીમાં થશે. ચૂંટણીની સાથે સાથે નીચે મુજબ છે.

   *    રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સવારે મતદાન શરૂ થયા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલ્યું

   *    સંસદ ભવન પહોંચીને વડાપ્રધાન મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે પણ મતદાન કર્યું

   *    મુરલી મનોહર જોશી સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ મતદાન કર્યું

   *    કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી મતદાન કરવા પહોંચ્યા

   *    લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, અનંતકુમાર, બસપ પ્રમુખ માયાવતી પણ પહોંચ્યા

   *    પરેશ રાવલ અને હેમામાલિની પણ સંસદ ભવન પહોંચી મતદાનમાં ભાગ લીધો

   *    આગામી રાષ્ટ્રપતિ દલિત સમુદાયના જ રહેશેતેવો માયાવતીએ અભિપ્રાય આપ્યો

   *    ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મતદાનમાં ભાગ લીધો

   *    રામનાથ કોવિંદ ભારે મતથી ચૂંટણી જીતશે તેવો યોગી આદિત્યનાથે દાવો કર્યો

   *    ઉમા ભારતી, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ અને અન્યોએ ભાગ લીધો

   *    સંસદ ભવન ઉપરાંત રાજ્યોની વિધાનસભામાં સવારે ૧૦ વાગ્યાથી મતદાનની શરૂઆત થઇ

   *    મતોની ગણતરી ૨૦મી જુલાઈના દિવસે દિલ્હીમાં થશે

   *    જુદા જુદા રાજ્યોના પાટનગરથી મતપેટીઓ લવાશે

   *    મતોની કુલ સંખ્યા ૧૦૯૮૯૦૩ રહી

   *    પ્રણવ મુખર્જીની અવધિ ૨૪મી  જુલાઈના દિવસે પૂર્ણ થશે

 (07:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો