Mukhy Samachar

News of Monday, 17th July, 2017

રાષ્ટ્રપતિ ચૂંટણી વેળા ક્રોસ વોટિંગથી વિપક્ષ હતાશ થયું

ત્રિપુરામાં ક્રોસ વોટિંગના અહેવાલથી સનસનાટી : શિવપાલ યાદવ અને મુલાયમસિંહ પણ કોવિંદના પક્ષમાં

   નવીદિલ્હી, તા. ૧૭ : રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. મતદાન દરમિયાન જ વિરોધ પક્ષો હતાશ દેખાયા હતા. મતદાન દરમિયાન ક્રોસ વોટિંગના સમાચાર પણ પ્રાપ્ત થયા છે. વિપક્ષી એકતાના મહત્વપૂર્ણ ગણાતા મમતા બેનર્જીના તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યોએ ત્રિપુરામાં મીરા કુમારને મત ન આપવાની જાહેરાત કરી હતી. સીપીએમને સાથ આપવાની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ત્રિપુરા ટીએમસીના અધ્યક્ષ આશિષ સહાએ કહ્યું હતું કે, દિલ્હીમાં બેસીને સીપીએમની સાથે બેસીને મીરાને સમર્થન આપવામાં આવ્યું છે. જે સીપીએમને ટેકો આપશે તેને ટેકો આપવામાંઆવશે નહીં. એનડીએના ઉમેદવારને મત આપવામાં આવ્યા હતા. આશરે છ ધારાસભ્ય કોવિંદને મત આપવા પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટીમાં પણ વિખવાદની સ્થિતિ જોવા મળી હતી. સપા નેતા શિવપાલ યાદવે કહ્યું હતું કે, તેઓ અને મુલાયમસિંહ એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને ટેકો આપશે. શિવપાલે કહ્યું હતું કે, મીરા કુમારને સમર્થન આપવા અંગેના નિર્ણયથી પહેલા તેમની સાથે વાત કરવામાં આવી ન હતી. રામનાથ કોવિંદ એક સેક્યુલર વ્યક્તિ છે જેથી તેમને ટેકો આપવામામાં આવશે. એમ માનવામાં આવે છે કે, શિવપાલ અને મુલાયમના સમર્થકો પણ કોવિંદની તરફેણમાં મત આપી ચુક્યા છે. આજે મતદાન પહેલા જ વિપક્ષના નેતાઓની બોડી લેંગ્વેજ અને તેમના નિવેદન દર્શાવી રહ્યા હતા કે તેઓ હારેલી લડાઈ લડી રહ્યા છે. રામનાથ કોવિંદની જીત તો પહેલાથી જ દેખાઈ રહી હતી પરંતુ જે રીતે વિપક્ષે મીરાકુમારને મેદાનમાં ઉતાર્યા હતા તે જોશ અને જુસ્સો આજે મતદાનના દિવસે દેખાયો ન હતો. કેટલીક જગ્યાએ ક્રોસ વોટિંગના લીધે વિરોધ પક્ષને મોટો ફટકો પડ્યો છે. એનસીપીના નેતાઓ પણ ચર્ચા રહી હતી. પ્રફુલ પટેલે હાર સ્વીકારતા કહ્યું હતું કે, રામનાથ કોવિંદ ભારે મતોથી જીતી જશે.

 (07:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો