Mukhy Samachar

News of Monday, 17th July, 2017

તેજીની વચ્ચે સેંસેક્સ આખરે ૩૨૦૭૪ની ઉચી સપાટીએ

માર્કેટ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચતા ખુશીનું મોજુ : નિફ્ટી પણ ૨૯ પોઇન્ટ ઉછળીને ૯૯૧૫ની સપાટીએ બીએસઈ મિડકેપ-સ્મોલકેપ ઇન્ડેક્સમાં નજીવા ફેરફાર

   મુંબઈ, તા. ૧૭ : શેરબજારમાં આજે નવા કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ રેકોર્ડ હાઇ સપાટીએ રહેતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. સેંસેક્સ ૫૪ પોઇન્ટ ઉછળીને ૩૨૦૭૪ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૯ પોઇન્ટ ઉછળીને ૯૯૧૫ની ઉંચી સપાટી પર રહ્યો હતો. બ્રોડર ઇન્ડેક્સ બીએસઇ મિડકેપ અને સ્મોલ કેપમાં નજીવા ફેરફારની સ્થિતી જોવા મળી હતી. કારોબારના અંતે માર્કેટ બ્રિડથ એકંદરે નકારાત્મક રહી હતી. બીએસઇમાં કારોબાર દરમિયાન ૧૩૮૨ શેરમાં મંદી રહી હતી અને ૧૨૯૪ શેરમાં તેજી જામી હતી. કુલ ૧૭૯ શેરમાં યથાવત સ્થિતી રહી હતી. ઇન્ફોસીસ અન વિપ્રોના કાઉન્ટરમાં જોરદાર તેજી રહેતા તેની અસર બજારમાં રહી હતી. માર્કેટ રેકોર્ડ ઉંચી સપાટીએ રહેતા નવી આશા જાગી છે. જીએસટી કાઉન્સિલ દ્વારા સેસમાં સંભવિત વધારો કરવામાં આવશે તેવી અપેક્ષા વચ્ચે આઇટીસીમાં તેજી જોવા મળી હતી. દરમિયાન એશિયન માર્કેટમાં બે વર્ષની ઉંચી સપાટી  જોવા મળી હતી. શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી રિકોર્ડ તેજી પર શુક્રવારે બ્રેક મુકાઇ હતી. કારોબારમા અંતે સેંસેક્સ શુક્રવારે ફ્લેટરીતે બંધ રહ્યો હતો. ગુરૂવારના દિવસે કારોબારના અંતે પોતાના પરિણામ જાહેર કરનાર ટીસીએસના શેરમાં જોરદાર કડાકો સેંસેક્સ અને નિફ્ટીમાં બોલાયો હતો. શુક્રવારે કારોબારના અંતે સેંસેક્સ ૧૬ પોઇન્ટ ઘટીને ૩૨૦૨૦ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી પાંચ પોઇન્ટ ઘટીને ૯૮૮૬ની સપાટી પર રહ્યો હતો. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો જુન મહિનામાં ઘટીને હવે ૦.૯૦ ટકાની ચાર મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયો છે. ડબલ્યુપીઆઇનો આંકડો ફેબ્રુઆરી મહિના બાદથી સતત ઘટી રહ્યો છે. મે મહિનામાં ૨.૧૭ ટકાની પાંચ મહિનાની નીચી સપાટી પર ફુગાવો રહ્યો હતો. શુક્રવારના દિવસે જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ઘટાડાનો પ્રવાહ જારી રહ્યો છે.

   બટાકા, શાકભાજી અને કઠોળ જેવી ચીજવસ્તુઓની કિંમત જુન મહિનામાં સૌથી વધારે ઘટી ગઇ છે. બટાકાની કિંમતમાં ૪૭ ટકા સુધીનો જંગી ઘટાડો થયો છે. આવી જ રીતે કઠોળ અને શાકભાજીની કિંમતમાં ક્રમશ ૨૫ ટકા અને ૨૧ ટકા સુધીનો ઘટાડો થયો છે. કિંમતોમાં ઘટાડો થવાના કારણે પહેલાથી નારાજ રહેલા ખેડુતોની નારાજગી વધી શકે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પહેલાથી જ ખેડુતો તેમના પાકને લઇને નારાજ દેખાઇ રહ્યા છે. મે મહિનામાં ૧૨ ટકાનો ઘટાડો નોંધાયા બાદ ડુંગળીની કિંમતમાં નવ ટકા સુધીનો ઘટાડો થયો છે. મેન્યુફેકચરિંગ સિગ્મેન્ટમાં ઉતારચઢાવની સ્થિતી રહી છે. ફ્લુઅલ ફુગાવો સતત પાંચમા મહિનામાં ઘટી ગયો છે.મે મહિનામાં ૧૧.૬૯ ટકાની સામે આ વખતે ૫.૨૮ ટકાનો વધારો થયો છે. આનો મતલબ એ થયો છે કે સતત ઘટાડો થઇ રહ્યો છે. શેરબજારમાં ફરી એકવાર તેજી પરત ફરી છે. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સેંસેક્સ અને નિફ્ટી બન્ન ક્રમશ ૩૨૧૩૧ અને ૯૯૨૮ની ઉંચી સપાટી પર પહોંચ્યા હતા. તેજી હાલ જારી રહી શકે છ.ે

   તેજીની સાથે સાથે.......

   *   શેરબજારમાં તેજીનો દોર રહેતા ખુશીનું મોજુ

   *   ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સની માર્કેટ મૂડી પ્રથમ વખત પાંચ લાખ કરોડથી વધુ

   *   આઈટીસીના શેરમાં ફરીવાર તેજી નોંધાઈ

   *   સેંસેક્સ અને નિફ્ટી ક્રમશઃ ૫૪ અને ૨૯ પોઇન્ટના ઉછાળા સાથે બંધ

   *   સેંસેક્સ ૩૨૦૭૪ અને નિફ્ટી ૯૯૧૫ની સપાટીએ

   *   એશિયન માર્કેટમાં બે વર્ષની ઉંચી સપાટી

   *   ચીનમાં અપેક્ષા કરતા વધુ આર્થિક વિકાસદરના કારણે તેજી નોંધાઈ

   *   યુએસ ડેટાને લઇને પણ ગણતરીનો દોર

   *   ગુરુવારના દિવસે રિલાયન્સના પરિણામ અને બેઠકને લઇને કોર્પોરેટ જગત અને કારોબારીઓની નજર

 (07:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો