Mukhy Samachar

News of Monday, 17th July, 2017

સમુદ્રમાંથી ભારતીય વૈજ્ઞાનિકોને હાથ લાગ્યો ખજાનો

   કોલકતા તા.૧૭ : જિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના વૈજ્ઞાનિકોને ભારતીય દ્વીપકલ્પ નજીક દરિયાના પેટાળમાં લાખો ટન કિંમતી ધાતુ તેમજ ખનીજ મળી આવ્યા છે. ૨૦૧૪માં સૌપ્રથમ વખત મેંગલુરુ, ચેન્નઈ, મન્નાર બેસીન, અંદમાન અને નિકોબાર ટાપુ તેમજ લક્ષદ્વીપ આસપાસ સમુદ્રમાં રહેલા સંશાધનોની માહિતી મળી હતી.

   વૈજ્ઞાનિકોને લાઈમ મડ, ફોસફેટ અને હાઈડ્રોકાર્બન્સ જેવી વસ્તુઓ મળી છે, જેનાથી અંદાજ લગાવવામાં આવે છે કે પેટાળની અંદર વધુ જથ્થો પ્રાપ્ત થઈ શકે છે. જિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાને ત્રણ વર્ષ સુધી રિસર્ચ બાદ ૧૮૧૦૨૫ વર્ગ કિમીનો હાઈ રિઝોલ્યુશન સીબેડ મોરફોલોજિકલ ડેટા તૈયાર કર્યો છે અને ૧૦ હજાર મિલિયન ટન લાઈમ મડ હોવાનું જણાય છે.

   ત્રણ અત્યાધુનિક શિપ સમુદ્ર રત્નાકર, સમુદ્ર કૌસ્તુભ અને સમુદ્ર સૌદીકામાની આના માટે મદદ લેવામાં આવી છે. જીએસઆઈના સુપરિટેન્ડેન્ડ જિઓલોજીસ્ટ આશીલ નાથે જણાવ્યું હતું કે, આનો મુખ્ય હેતુ આ વિસ્તારમાં સંભવિત મિનરલ્સની ઓળખ કરીને તેમાંથી ખનજીનો પુરવઠો મેળવવાનો છે.

 (03:57 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો