Mukhy Samachar

News of Monday, 17th July, 2017

એર હોસ્ટેસને કર્યા અશ્લીલ ઇશારા : થયો કેસ

   મુંબઇ તા.૧૭ : એર હોસ્ટેસને અશ્લીલ ઈશારા કરવાના આરોપમાં એક યુવક વિરુદ્ઘ પોલીસે કેસ દાખલ કર્યો છે. આરોપીનું નામ લગ્નેશ કુમાર મકવાણા છે અને તે અંધેરી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ યુવક વિરુદ્ઘ ઈપીકો કલ ૫૦૯ હેઠળ કેસ નોંધ્યો છે. તેના પર મહિલાના સમ્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવાયો છે. વિતેલા ત્રણ મહિના દરમિયાન હવાઈ મુસાફરો દ્વારા મહિલાઓની જાતિય સતામણી કરાઈ હોવાની ત્રણ દ્યટના સામે આવી છે.

   ફરિયાદ મુજબ બેંગ્કોકથી મુંબઈ આવી રહેલા એર ઈન્ડિયાના એક વિમાનમાં આરોપીએ એર હોસ્ટેસ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. આ ફ્લાઈટ શુક્રવારે રાત્રે મુંબઈના છત્રપતિ શિવાજી આંતરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ઉતરી હતી. પીડિતાના જણાવ્યા મુજબ રાત્રે ૧૦ વાગ્યે પ્લેનના કેપ્ટને એરલાઈન્સના કર્મચારીઓને આદેશ આપ્યો હતો કે તેઓ મુસાફરોને તેમની જગ્યાએ બેસી રહીને સીટબેલ્ટ બાંધવાની સુચના આપે. એરહોસ્ટેસ તમામ મુસાફરોએ સીટબેલ્ટ બાંધ્યો છે કે કેમ તે તપાસી રહી હતી ત્યારે આરોપી યુવક પોતાની સીટ પર ઉભો થીને બિભત્સ અવાજો કરવા લાગ્યો હતો. પીડિતાએ યુવકને પોતાની સીટ પર બેસવા જણાવ્યું તો તેના જવાબમાં યુવકે તેને અશ્લીલ ઈશારો કર્યો હતો.

   પીડિતાએ આ દ્યટના વિશે ફ્લાઈટના કેપ્ટન અને અન્ય કર્મચારીઓને ફરિયાદ કરી હતી. નિયમો મુજબ, કેબિન ક્રૂએ આ અંગેની માહિતી એર ટ્રાફિક કંટ્રોલને આપી હતી. એટીસીએ આ ઘટનાને ધ્યાન પર લઈને એરપોર્ટ સુરક્ષા માટે તૈનાત સીઆઈએસએફને વાત કરી હતી. મુંબઈ ખાતે પ્લેન લેન્ડ થયા બાદ સીઆઈએસએફે પીડિતાની ફરિયાદને આધારે કાર્યવાહી કરીને મકવાણાની ધરપકડ કરી પોલીસને હવાલે કરી દીધો હતો.જુલાઈના પ્રારંભે પોલીસે બે યુવકોની ધરપકડ કરી હતી. તેમના પર પોતાની સહપ્રવાસીને ખોટી રીતે સ્પર્શવાનો આરોપ લગાવાયો હતો. મુંબઈની એક મહિલાએ ફરિયાદ કરી હતી કે તેની બાજુ બેઠેલા સહપ્રવાસીએ તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

 (03:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો