Mukhy Samachar

News of Monday, 17th July, 2017

પાકિસ્તાન બેફામઃ ફાયરીંગમાં જવાન શહિદઃ ૮ વર્ષની બાળકીનું મોત

રાજૌરી અને પૂંચમાં વ્હેલી સવારથી પાકની નાપાક કરતૂતઃ રહેણાંક વિસ્તારમાં બેફામ ગોળીબાર : ભારતે પણ કર્યો વળતો ઘાઃ પાંચ દુશ્મનના જવાનોનો ઢાળિયોઃ પાક. ગભરાયું: ડીજીએમઓ સ્તરની વાતચીત

   શ્રીનગર તા. ૧૭ : પાકિસ્તાન દ્વારા ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં LoC પાસે પૂંછના બાલાકોટ અને રાજૌરીના મંજાકોટમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ભારતીય સૈન્ય સામે જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા થયેલા આ સીઝફાયર ઉલ્લંઘનમાં રાજૌરીના મંજાકોટ સેકટરમાં એક મહિલા ઘાયલ થઇ છે, જયારે પૂંછના બાલાકોટમાં ૮ વર્ષની એક બાળકી સાજિદા કાફિલનું મોત થયું છે. જમ્મુ-કાશ્મીરના ત્રાલ સાથે સંબંધિત જવાન મુદસ્સર અહેમદે રાજૌરી સેકટરમાં થઇ રહેલા ગોળીબારમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

   ઙ્ગજમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ નિર્મલ સિંહે જણાવ્યું કે, પૂંછ અને રાજૌરીમાં ભારે ગોળીબાર થઇ રહ્યો છે અને આપણે સમગ્ર તાકાત ભેગી કરીને તેમને જવાબ આપી રહ્યા છે.આ દરમિયાન આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ લેવલની વાતચીત થઇ હતી. ઇન્ડિયન આર્મીના ડીજીએમઓએ કહ્યું કે તમામ સીઝફાયર ઉલ્લંઘનો પાકિસ્તાન દ્વારા જ કરવામાં આવ્યા છે અને ભારતીય સૈન્ય શાંતિ જાળવવામાં અને સુલેહમાં માને છે તેમછતાં આવા સીઝફાયર ઉલ્લંઘનો સામે યોગ્ય જવાબ આપવાનો અધિકાર ભારતીય સૈન્ય ધરાવે છે.ઙ્ગ

   કિસ્તાન સેના દ્વારા સતત જમ્મુ અને કાશ્મીર સરહદ પર થોડા થોડા સમયાંતરે ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સૈન્ય દ્વારા આજે પૂંછના બાલાકોટ અને રાજૌરીના મંજાકોટમાં ફાયરિંગ કરી યુધ્ધવિરામનો ભંગ કર્યો છે. આ અગાઉ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના સરહદ વિસ્તારમાં થયેલા સંઘર્ષ વિરામમાં ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી.

   ભારતીય સુરક્ષાદળોની તરફથી કરેલા વળતા જવાબમાં નીલમ ઘાટીમાં પાંચ પાકિસ્તાની જવાનોના થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાની સુરક્ષાદળોએ વાહનને ભારતીય સ્પેશ્યલ દળ દ્વારા નિશાન બનાવામાં આવ્યા હતા. ત્યારબાદ તે નીલમ નદીમાં ખાબકતા પાંચ જવાનોના મોત થયા છે.

 (03:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો