Mukhy Samachar

News of Monday, 17th July, 2017

અગત્યના સમાચારો ઉડતી નજરે...

      -જમીનના ડખ્ખામાં હત્યા  :  ૨૦ વર્ષના યુવાનનું ઢીમ ઢાળી અજાણ્યા શખ્સો છનન, પરિસ્થિતિ વધુ વણસતી અટકાવવા ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ દાંતા પંથકના ઘોરમાળ ગામે બનાવ

       

      -બળ વાખોર ભાજપ ધારાસભ્ય શ્રી નલીનભાઈ કોટડીયાએ કહ્યું કે ભાજપ દ્વારા પાટીદારોને અન્યાયને વાચા આપવા મેં એનડીએના ઉમેદવાર વિરૂદ્ધ મત આપ્યો છે, જો કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહેલ કે નલિનભાઈ કોટડીયા ભાજપમાં છે જ નહિ, તેઓ જીપીપીના ધારાસભ્ય છે માટે ભાજપમાં કોઈ ક્રોસ વોટીંગ થયું નથી

       

      -ગુજકોમાસોલમાં ભાજપે ૨૮ બેઠકો જીતી વિક્રમ સર્જયો  : ચેરમેન પદે શ્રી દિલીપભાઈ સંઘાણી, વા. ચેરમેન તાલાલાના શ્રી ગોવિંદભાઈ પરમાર

       

      -નિયમોને લીધે અમે મોટા દેવાળીયાઓના નામો જાહેર કરી શકતા નથીઃ સુપ્રીમ કોર્ટ સમક્ષ રીઝર્વ બેન્કની રજુઆતઃ સર્વોચ્ચ અદાલત હવે ૪ અઠવાડીયા પછી કેસ સાંભળશે

       

      -સિક્કિમના ૩ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા નરબહાદૂર ભંડારીનું નિધન  : દિલ્હીની એક હોસ્પિટલમાં અવસાન : તેઓ લાંબા સમયથી બિમાર હતા

       

      -નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનો સ્પષ્ટ આશાવાદ : રામનાથ કોવિંદ વિજયી થશે : બનશે દેશના નવા રાષ્ટ્રપતિ : તેઓ અભ્યાસુ છે અને રાજકારણનો બહોળો અનુભવ છે

      

       

       

      

      

      -ખંભાળીયામાં મોસમનો ૧૬ ઇંચ વરસાદ પડતા ધી ડેમ અડધો ભરાયો

      

      -વાંકાનેર-ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી તારાજી : હવે ભારે વરસાદના માહોલમાં પુરનુ જોખમ થવાની દહેશત

       

      -ભાજપના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે વૈંકેયા નાયડુ? સાંજે જાહેરાતની શકયતાઃ સંઘે પણ મંજૂરી આપ્યાની ચર્ચા

       

      

       

      -સુરતમાં માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન : ભરવાડ સમાજે કલેકટરને આવેદન આપ્યુ : બેનરો લગાવ્યા : રાજયકક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું રાજીનામુ મંગાયુ

 (03:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો