Mukhy Samachar

News of Monday, 17th July, 2017

કોવિંદનો વિજય નક્કીઃ વિપક્ષ ઢીલુઢફઃ ક્રોસ વોટિંગ

રાષ્ટ્રપતિની ચૂંટણીને વિચારધારાની લડાઇ ગણાવી વિપક્ષે મીરાકુમારને જોરશોરથી મેદાનમાં તો ઉતાર્યા પણ : મતદાનના દિવસે વિપક્ષ ઢીલુઢીલુઃ વિપક્ષોના નિવેદનો - બોડી લેંગ્વેજ જણાવે છે કે તેઓએ હારી ગયેલી લડાઇ લડી : ત્રિપુરામાં મમતાના પક્ષે ક્રોસ વોટિંગઃ કોવિંદને મતઃ સપામાં પણ મોટાપાયે ક્રોસ વોટિંગ

કોવિંદનો વિજય નક્કીઃ વિપક્ષ ઢીલુઢફઃ ક્રોસ વોટિંગ

   નવી દિલ્હી તા. ૧૭: દેશના ૧૪માં રાષ્ટ્રપતિ ચુંટણી માટે મતદાન ચાલુ છે. નવા રાષ્ટ્રપતિની ચુંટણીમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદનો મુકાબલો મીરાકુમાર સાથે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમજ ભાજપના અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓએ મત આપ્યો છે. જ્યારે યુપીમાં યોગી આદિત્યનાથે પણ મતદાન કર્યું છે.

   રાષ્ટ્રપતિ ચુંટણીને વિચારધારાની લડાઇ ગણાવીને વિપક્ષે જોરશોરથી મીરાકુમારને

   સાઝા ઉમેદવાર બનાવી દિધા પશ્રંતુ મતદાનના દિવસે વિપક્ષ ઢીલુઢફ નજરે ચડયું. આજે વિપક્ષના નિવેદનો અને તેની બોડી લેંગ્વેજ કહી રહી હતી કે તેઓ હારી ગયેલી લડાઇ લડી રહ્યા છે. જોકે એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદની જીત તો અગાઉથી જ નક્કી છે પરંતુ જે રીતે વિપક્ષે મીરાકુમારને જોરશોરથી મેદાનમાં ઉતાર્યા હતા. તેજોશ મતદાનના દિવસે જોવા મળ્યો નહીં. અધુરામાં પુરૃં ક્રોસ વોટિંગે પણ વિપક્ષને ઝટકો આપ્યો.

   વિપક્ષી એકતાની મહત્વની સાઝેદાર મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસના વિધાયકોને ત્રિપુરામાં મીરાકુમારને મત ન આપવાનું એલાન કર્યું. તેને સીપીએમને સાથે લઇ જવા પર એતરાજ હતો. ત્રિપુરા ટીએમસી અધ્યક્ષ આશીષ સાહાએ કહ્યું 'દિલ્હીમાં બેસીને સીપીએમની સાથે એકજુટ થઇને મીરાને સમર્થન આપવા તૈયાર થયા. જે સીપીએમને સમર્થન કરશે, અમે તેને સાથ આપીશું નહિ. અમે એનડીએના ઉમેદવારને મત આપીશું. જે સીપીએમ વિરૂધ્ધ છે.'

   સમાજવાદી પક્ષનો પારીવારિક ઝઘડો રાષ્ટ્રપતિ ચુંટણીમાં પણ જોવા મળ્યો. સપા નેતા શિવપાલસિંહ યાદવે દાવો કર્યો છે કે, પક્ષના ૧૨-૧૫ વિધાયક રાષ્ટ્રપતિ ચુંટણીમાં ક્રોસ મતદાન કર્યું. અગાઉ શિવપાલ યાદવે કહ્યું હતું કે, તેઓ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રામનાથ કોવિંદને મત આપશે. બીજીબાજુ અખિલેશ યાદવે મીરાકુમારને સમર્થન આપ્યું છે અને પિતા મુલાયમસિંહ યાદવે અને કાકા શિવપાલે રામનાથ કોવિંદને સમર્થન આપ્યું છે.

   કોંગ્રેસી નેતા અને લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર મીરાકુમારને પોતાના પક્ષ ઉપરાંત ૧૭ અન્ય દળોનું સમર્થન હાંસલ છે. ભાજપે દાવો કર્યો છે કે, કોવિંદને ૩૦ રાજનૈતિક દળોનું સમર્થન પ્રાપ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે કોવિંદની જીતની અપેક્ષા વ્યકત કરી.

   પંજાબમાં પણ આમ આદમી પાર્ટીએ મીરાકુમારને સમર્થન આપવાનું એલાન કર્યું હતું પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ પંજાબ વિધાનસભામાં કેટલાક આપ વિધાયક એનડીએ ઉમેદવાર કોવિંદને મત આપી શકે છે. જોકે આ અંગે હજુ સુધી સ્પષ્ટ જાણકારી મળી નથી.

 (03:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો