Mukhy Samachar

News of Monday, 17th July, 2017

એસજીવીપી ગુરુકુલ સંચાલિત જ્યોર્જીયા (યુ.એસ.એ.) સવાનાહ ખાતે ગુરુપૂર્ણિમા મહાત્સવ ઉજવાયો તેમજ પ્રથમ સંવત્સરી દિન ઉજવાયો

એસજીવીપી ગુરુકુલ  સંચાલિત જ્યોર્જીયા (યુ.એસ.એ.) સવાનાહ ખાતે  ગુરુપૂર્ણિમા મહાત્સવ ઉજવાયો તેમજ પ્રથમ સંવત્સરી દિન ઉજવાયો

    

   જ્યોર્જીયા (યુ.એસ..) તા.૧૪  અમેરિકામાં -જ્યોર્જીયા રાજ્યના સવાનાહ ખાતે એસજીવીપી ગુરુકુલ સંચાલિત સનાતન મંદિરમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, તેમજ શ્રી ધર્મપ્રિયદાસજી સ્વામી તથા વેદાન્તસ્વરુપદાસજી સ્વામીની અગેવાની નીચે ગુરુપૂર્ણિમા મહોત્સવ આનંદ સભર ઉજવાયો હતો.

     કાર્યક્રમની શરુઆતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું જનમંગળ નામાવલિથી પૂજન કર્યું હતું. પૂ.શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીનું તથા ગુરુ પરંપરાનું પૂજન કર્યું હતું. જેમાં સુરતના આચાર્ય શ્રી સૂર્યનારાયણજી મહારાજ તથા  સ્થાનિક ભાઇઓ અને બહેનો પણ જાેડાયા હતા.

       ગુરુકુલ પરિવારના ગુરુ સ્થાને બિરાજમાન શા.માધવપ્રિયદાસજી સ્વામીએ ઓડિયો વિજયુઅલ માધ્યમ દ્વારા  આશીર્વાદ આપ્યા હતા.

       પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા વેદાન્તસ્વામીએ જણાવેલ કે ગુરુના ગુરુતો ભગવાન છે. ખરેખર તો ગુરુપૂર્ણિમાં એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ. સમગ્ર દેશમાં અનેક પર્વો ઉજવાય છે. તેમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ભારતીય સંસ્કૃતિનું શિરમોડ પર્વ છે. વેદ વ્યાસ ભગવાને શ્રીમદ્ ભાગવત, મહાભારત આદિ ગ્રન્થોની રચના અને વેદોના ચાર ભાગ કરી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીને વિશ્વના ગુરુ સ્થાને મૂકી છે.

      એવા વેદ વ્યાસ ભગવાનના ઋણને ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી. આજનો દિવસ ઋણ સ્વીકારનો અને કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ છે.

      અમેરિકામાં -જ્યોર્જીયા રાજ્યના સવાનાહ ખાતે, ધર્મજીવન મિશન ટ્રસ્ટ દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સનાતન મંદિરની સ્થાપના કરવામાં આવી છે. પચાસ એકરમાં પથરાયેલ સંકુલમાં વીસ એકરમાં પાણીનું વિશાળ સરોવર આવેલ છે. અા પવિત્ર ભૂમિ સંપાદનને એક વર્ષ પુરુ થતા મહાપૂજાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્થાનિક હરિભકતોએ ભાગ લીધો હતો.

    પ્રસંગે આચાર્ય શ્રી સૂર્યનારાયણજી મહારાજે જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાનું પનોતુ પર્વ છે. વ્યાસ પૂજનનો દિવસ છે ગુરુના ગુરુ તો ભગવાન નારાયણ છે. એવા નારાયણ ભગવાનનું જે ભજન કરે છે તે મહાસુખિયો થઇ જાય છે..

 (11:48 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો