Mukhy Samachar

News of Monday, 17th July, 2017

જેમ અનેક નદીઓ પોતપોતાના ઉદ્‌ભવસ્થાનેથી નીકળી સમુદ્રને મળે છે, એ જ રીતે બધા જ ધર્મો અંતે તો એક જ પરમાત્માનું નિર્દેશન કરે છે: સ્વામી માધવપ્રિયદાસજી

સ્વામી માધવપ્રિયદાસજીને મળીને ખૂબ જ આનંદ થયો છે. આ જ રીતે જો ધર્માચાર્યો મળતા રહેશે તો એકબીજાના ધર્મો વચ્ચે રહેલી ભેદ દ્રષ્ટિ ભુંસાઇ જશે: યહૂદી ધર્મના સ્ટીવન ડર્બી: સ્વામી માધવપ્રિયદાસજીની અધ્યક્ષતામાં લંડન ખાતે સર્વ ધર્મ સભાનું ભવ્ય આયોજન

જેમ અનેક નદીઓ પોતપોતાના ઉદ્‌ભવસ્થાનેથી નીકળી સમુદ્રને મળે છે, એ જ રીતે બધા જ ધર્મો અંતે તો એક જ પરમાત્માનું નિર્દેશન કરે છે: સ્વામી માધવપ્રિયદાસજી

   લંડન તા.૧૫ તાજેતરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP)ના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી, પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીની નિશ્રામાં લંડન ખાતે હિન્દુ લાઇફ સ્ટાઇલ સેમિનારના દશાબ્દિ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર યુ.કે. દ્વારા લંડન ખાતે સર્વ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

               વિશ્વમાં અનેક મહાન ધર્મો છે. સમાજમાં દરેક ધર્મોનું પ્રદાન ખૂબ મહત્વનું છે. તમામ ધર્મો વચ્ચે સામ્યતા જળવાય તેવા હેતુથી સ્વામી માધવપ્રિયદાસજીની અધ્યક્ષતામાં સર્વધર્મ સભાનું આયોજન થયું હતું. ધર્મસભાના પ્રારંભે ભારતથી પધારેલા દર્શનમ્સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી તથા ઋષિકુમારોએ વેદના મંત્રોનું ગાન કર્યું હતું.

               ત્યારબાદ ઉપસ્થિત ધર્માચાર્યો તેમજ રાજકીય-સામાજિક મહાનુભાવોનું સંતો દ્વારા હાર તથ શાલ ઓઢડી સ્વાગત કરવામાં આવ્યું હતું.

               પ્રસંગે સભાને સંબોધતા સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, જેમ અનેક નદીઓ પોતપોતાના ઉદ્ભવસ્થાનેથી નીકળી સમુદ્રને મળે છે, રીતે બધા ધર્મો અંતે તો એક પરમાત્માનું નિર્દેશન કરે છે. આજે એકબીજા ધર્મો વચ્ચે જે કાંઇ સંકીર્ણતા જણાય છે તે આપણે ઊભી કરેલી છે. જો જે તે ધર્મોના ધર્માચાર્યો અને અનુયાયીઓ પોતપોતાના ધર્મના સાચા રહસ્યને સમજે તો એકબીજા પ્રત્યે જે વૈમનસ્ય ઊભા થયા છે તે શમી જાય.

               સભામાં પધારેલા યહૂદી ધર્મના સ્ટીવન ડર્બીએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા જ્યારે હું સ્કુલમાં ભણતો ત્યારે હિન્દુ ધર્મ વિષે જાણેલું. મને ત્યારથી ધર્મ પ્રત્યે આકર્ષણ રહ્યું છે. આજે ખુલ્લા હૃદયના સ્વામી માધવપ્રિયદાસજીને મળીને ખૂબ આનંદ થયો છે. રીતે જો ધર્માચાર્યો મળતા રહેશે તો એકબીજાના ધર્મો વચ્ચે રહેલી ભેદદૃષ્ટી ભુંસાઇ જશે.

    

               ઉપરાંત સભામાં ઇસ્કોનના શ્રુતિધર્મદાસજી મહારાજ, જલારામ મંદિરથી પ્રકાશ ગંડેચા, સિદ્ધાશ્રમથી ડૉ. રાજેશ ગુરુજી, ડૉ. સતીશ શર્મા (જનરલ સેક્રેટરી ઓફ નેશનલ કાઉન્સીલ ઓઇ હિન્દુ ટેમ્પલ), ડૉ. એમ.એન. વ્યાસ (ભારતીય વિદ્યાભવન, લંડન), સ્ટીવન પાઉન્ડ (એમ.પી.), લોર્ડ ડોલર પોપટ (હાઉસ ઓફ લોર્ડ), ભીમજી વેકરીયા (પોલીસ ઓફીસર), નવીન શાહ (એસેમ્બલી મેમ્બર, લંડન), સી.બી. પટેલ (ગુજરાત સમાચાર, લંડન) વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

        ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ધર્મમંચ ઉપરથી પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. સભાના અંતે ઉપસ્થિત સહુ ભક્તજનો પ્રસાદ લઇ છૂટા પડ્યા હતા.

 (11:45 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો